________________
૨૧૨
મંગલાચરણ
આ ધર્મધ્યાનના ચાર પ્રકાર. ભગવાન ઉમાસ્વાતિ પ્રશમરતિ શાસ્ત્રમાં ફરમાવે છે કે :
आप्तवचनं प्रवचनं, चाज्ञा विचयस्तदर्थ निर्णयनम् । आश्रव विकथा गोरव, परीषहाद्येष्वपायस्तु ॥
સમસ્ત રાગદેવાદિ અત્યંતર દોષો જેમના ક્ષીણ થઈ ગયા છે તે આપ્ત કહેવાય. તેવા આસ પુરૂષના જે વચન તેને પ્રવચન કહેવામાં આવે છે. તેના અર્થનો નિર્ણય કરવો તેને આજ્ઞા વિચય ધ્યાન કહેવામાં આવે છે અથવા જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ઊંડાણથી ચિંતન કરવું તે આજ્ઞા વિચય. તે ચિતન એ રીતે કરવું કે :
आकालमियमाज्ञाते, हेयोपादेय गोचरा । आश्रवः सर्वथा हेय, उपादेयश्च संवरः ॥
સદાકાળ માટે ભગવાનની આ આજ્ઞા છે કે આશ્રવ સર્વથા હેય છે અને સંવર નિર્જરા સર્વથા ઉપાદેય છે યાને આશ્રય સર્વથા પરિહરવા યોગ્ય છે અને સંવર નિર્જરા સદા આદરવા યોગ્ય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ યોગ, હિંસા, અસત્ય, અબ્રહ્મચર્ય, પરિગ્રહ વગેરે આશ્રવ છે, જેનાથી પ્રતિસમયે આત્માના પ્રદેશોભણે નવા કર્મોનું આગમન થાય તે આશ્રવ, જેનાવડે નવા બંધાતા કમોંનો નિરોધ થાય તે સંવર અને સત્તાગત રહેલાં કર્મોનો ક્ષય થાય તે નિજ રા.