Book Title: Manglacharan
Author(s): Bhuvanvijay
Publisher: Jain Shwetambar Murtipujak Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 346
________________ મંગલાચરણ ૩૦૭ ત્રણ વર્ષનું ધાન્ય એવો કરેલો છે. છતાં તેના મિત્ર સહઅધ્યાયી પર્વતની માતાએ વસુરાજાને આગ્રહ કરેલો કે મારા પુત્રને અચાવવા કોઈ પણ ભોગે અજ શબ્દનો અર્થ બોકડો કરવાનો છે. પોતાના ગુરૂપનીના આગ્રહને વશ થઈને વસુરાજાએ પોતાના ગુરૂએ કરેલી અર્થ વ્યાખ્યાનું ભરસભામાં ઉલ્લંઘન કરીને અર્થનો અનર્થ કરી નાખ્યો. અર્થનો અનર્થ કરતાં પહેલાં તેને મનમાં જે વિચારોનું આંદોલન ઊપડયું હોય તે જ રૌદ્રધ્યાનનો બીજો પ્રકાર મૃષાનુબંધી રૌદ્ર કહેવાય. વસુરાજાએ અજ શબ્દનો અર્થ જેવો બોકડો કર્યો કે તરતજ દેવતાઓએ આસન પરથી નીચે પાડી નાખ્યો અને વસુરાજા મૃત્યુને પામીને ઘોર નરકમાં ગયો. માટે રૌદ્રધ્યાનના પરિણામથી સૌએ બચી જવું. ખોટી સાક્ષી આપવી, ખોટા દસ્તાવેજ બનાવવા, ખોટી વકીલાત કરવી, ડબલ ચોપડા બનાવવા, કન્યા સંબંધી ભૂમિ સંબંધી થાપણ ઓળવવા સંબંધી મોટકાં અસત્ય બોલવાં એ બધા દોષો એટલા બધા ભયંકર છે કે તેમાંથી જ મૃષાનુબંધી રૌદ્ર જન્મ પામે છે. મૃષવાદનો ત્યાગ કરનાર મૃષાનુબંધી રૌદ્રધ્યાનથી બચી જાય છે. ચોરી કરવાના માનસિક અધ્યવસાયોમાંથી તેયાનુબંધી રૌદ્ર જન્મ પામે છે. જે જે ઉપાયોવડે પારકા ધનનું હરણ કરી શકાય તે તે ઉપાયોના ચિંતનમાં મન એક્તાન બની જાય. દાખલા તરીકે ખીસ્સા કાતરીને પારકું ધન લૂંટી લેવાના અશુભ વિચારો મનમાં આવે, ખાતર પાડીને અથવા સામા માણસને ભયભીત કરવા ઘુરઘુરાટ કરીને એટલે કે

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382