________________
મંગલાચરણ
૩૯
અંગેની ચિંતા તે પરિગ્રહસંરક્ષણાનુબંધી રૌદ્ર કહી શકાય.
સુકુળમાં જન્મેલા મનુષ્યોમાં જીવદયાના સંસ્કાર સ્વાભાવિક હોય છે. એટલે તેમનામાં હિંસાનુબંધી રૌદ્રધ્યાનના અધ્યવસાયો પ્રાયઃ ઉત્પન્ન ન થાય. પણ પરિગ્રહનો ખૂબ સંગ્રહ કરીને બેઠા હોય એટલે કયારેક પરિગ્રહ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનમાં તેઓ પણ સપડાઈ જાય. એટલા માટે ગૃહસ્થોએ પરિગ્રહનું પરિમાણ કરી લેવું જોઈએ, જેથી રૌદ્રધ્યાનના પરિણામોથી આત્મા બચી જાય. પરિગ્રહનું પરિમાણ કરી લેવામાં ઘણું મહાન ગુણો રહેલા છે. મોટામાં મોટો ગુણ તો એ રહેલો છે કે જીવની તૃષ્ણ જે અનંત છે તે પરિગ્રહની મર્યાદા બાંધી લેવાથી ઘણી ઓછી થઈ જાય, તૃષ્ણ ઘટી જાય એટલે સંતોષ વૃત્તિ જીવનમાં આવી જાય. સંતોષ જીવનમાં આવ્યો એટલે પછી તો સુખ સુખ ને સુખ છે. તેવા મનુષ્યો લોકમાં તો માન્ય બને છે પણ રાજ્યમાં પણ ઘણી ઊંચી પ્રતિષ્ઠા મેળવે છે. માટે પરિગ્રહનો ત્યાગ થાય તો ઘણું મોટી વાત કહેવાય. છેવટે પરિણામ તો જરૂર કરી લેવું અને જરૂરિયાત જેટલું જ ધન પોતાની પાસે રાખવું. જેટલું પરિમાણથી અધિક હોય તેટલા ધનનું ધાર્મિક ક્ષેત્રોમાં અથવા જનકલ્યાણદિના કાર્યોમાં ગરીબોના ઉદ્ધારમાં વ્યય કરી નાખવો. જેથી પૈસાની પછવાડે આચરાતા પાપકમપર રોક લાગી જાય. પછી તો તેવો આત્મા-ધર્મધ્યાનમાં જ રહે. આત રૌદ્રમાં જવાને તેને પ્રસંગ જ ન આવે.