________________
૩૦૨
મંગલાચરણ
એક્વાર તેમણે અનશન વ્રત અંગીકાર કરી લીધું. સનત્ કુમાર ચકીનું અંતેરિ તે મુની ભગવંતોના વંદનાર્થે આવેલું. વંદન કરતાં સનતકુમાર ચીનાં મહારાણીના કેશવાસનો સંભૂતિ મુનીને સ્પર્શ થઈ ગયો. કેશપાસનો સ્પર્શ અત્યંત સુંવાળપવાળું હોવાથી મુનિ પોતાના ધ્યાનથી વિચલિત થઈ ગયા. અને નિયાણું કરી બેઠા કે મારા આ તપનું કાંઈ પણ ફળ હો તો મને ભવાંતરમાં આવા સ્ત્રીરત્નની પ્રાપ્તિ થજે. બસ નિયાણું કર્યું કે વર્ષોના તપનું નિલામ કરી નાખ્યું. નિયાણું એ શાસ્ત્રોમાં મહાદોષ મનાયો છે. તીવ્રપણે નિયાણું કરીને મૃત્યુને પામેલા જીવો ભવાંતરમાં ઓધિબીજને પામી શક્તા નથી. સંભૂતિ મુનિ નિયાણું કરીને ભવાંતરમાં બ્રહ્મદત્ત ચક્રવતી બન્યા ખરા અને સ્ત્રીરત્નને પણ પામ્યા. અરે ચૌદરત્નોને પામ્યા, પખંડના વૈભવને પામ્યા પણ પ્રતિબોધને ન પામ્યા. ચિત્રમુનિ કે જેમણે તેમની સાથે જ સંથારો કરેલો તેમણે નિયાણું નહીં કર્યું અને દેવલોકનો ભવ કરીને મનુષ્ય ભવ પામ્યા અને દીક્ષિત બનીને મહાજ્ઞાની બન્યા બાદ બ્રહ્મદત્ત ચક્રવતીને પ્રતિબોધ કરવા આવ્યા છતાં પ્રતિબોધ ન પામ્યા અને પ્રાંતે મૃત્યુ પામીને બ્રહ્મદત્તચકી સાતમી નરકે ગયા અને મુનિ જે પ્રતિબોધ કરવા આવેલા તેઓ મોક્ષે ગયા. માટે તપ સંયમનું વાસ્તવિક ફળ મેળવવું હોય તો નિદાના નામે આત ધ્યાનના દોષથી પણ આત્માને બચાવી લેવો. અને દૃઢ શ્રદ્ધા રાખવી કે પાળેલાં તપ સંયમ અફળ જવાના જ નથી. તેનું વાસ્તવિક ફળ મળવાનું જ છે. આર્તધ્યાનનાં ચારે પ્રકાર ઉપર સારો એવો પ્રકાશ પાડવામાં આવ્યો. .