________________
800
મંગલાચરણ
તો કર્મ બાંધતાં ચેતી જવું જોઈએ. બંધ કાળમાં ચેતવું નહીં અને કર્મ ઉદયમાં આવે ત્યારે ઉદય કાળમાં સંતાપ કરવો એ તો અનેક ગણ નવાં બાંધવાનો ધંધો છે માટે બંધ કાળમાં ચેતી જવું એજ ડહાપણ ભર્યું છે.
ભવરોગ એ જ મહારોગ
સનત કુમાર ચક્રવર્તીને દીક્ષા અંગીકાર કર્યા પછી સાતસો વર્ષ સુધી શરીરમાં મહા ભયંકર કહેવાતા જીવલેણ રોગો રહ્યા છતાં તે મહર્ષિ કયારે પણ આર્તધ્યાનમાં પડ્યા ન હતા અને ધર્મધ્યાનમાં એવા પરાયણ બન્યા હતા કે દેહભાન ભૂલી ગયા હતા અને આત્માના સ્વરૂપમાં જ ગુલતાન બની ગયા હતા. દેવો ધવંતરીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા તેમને પણ કહી દીધું કે દવા એવી આપો જે દવાના સેવનથી ભવોભવથી લાગુ પડેલા ભવ્યાધિનો અંત આવી જાય. શરીરના વ્યાધિની મને લેશ પણ ફિકર નથી- શરીરનો વ્યાધિ મટાડવો હોય તો હું શરીરના મળમૂત્રથી મટાડી શકું. એમ કહીને આંગળીપર થુંક ચોપડયું ત્યાં આંગળી તપાવેલા સોનાની લગડી જેવી થઈ ગઈ. પરીક્ષા કરવા આવેલા દેવો તો આશ્ચર્યમાં ગરકાવ બની ગયા ! અને એકરાર કર્યો, પ્રભુ! ભવ વ્યાધિ મટાડવાની અમારી તાકાત નથી. તે વ્યાધિથી તો અમો પણ ઘેરાયેલા છીએ. માટે તે ઉપાય તો આપ જ અમને બતાવી શકો. આપ જ ખરા ભાવ ધવંતરી છો. આ રીતે સ્તવન કરતા દેવો મહર્ષિના પગમાં પડી ગયા અને પ્રણામ કરીને સ્વસ્થાને ગયા. સનતકુમાર મુનિ કાળધર્મ પામીને ત્રીજા