________________
મંગલાચરણ
૨૫
કરૂણા ચાલી જતાં હૃદયમાં કઠોરતા આવે, કઠોર હૃદયમાં ક્રૂરતા આવે પછી દયાધમ જેવું ક્યાં રહે?
દુનિયામાં સુખમાં સૌ સગા થતા આવે છે. પણ દુઃખમાં સંબંધીઓ પણ કેટલીકવાર આંખ આડા કાન કરી જાય છે. દુઃખની વેળાએ કોઈ વિરલા પડખે ઊભા રહે છે. કોઈને પણ દુઃખમાં સહભાગી બનવું તેમાં જ ખરી માનવતા. છે. કોઈ પોતાનો પ્રતિસ્પધી પણ કેમ નથી હોતો તેનું પણ દુઃખ જોઈને હૃદય દ્રવી ઊઠવું જોઈએ અને તેના પણ દુઃખનો પ્રતિકાર કરવા અંગેની જે ભાવના રાખવી તે જ સાચી દયા છે. એટલું જ નહીં કોઈ પશુ પંખી દુઃખથી તરફડતા હોય તો તેવા જીવો પ્રતિ પણ હૃદયમાં અનુકંપા રાખવી જોઈએ અને તે જીવોને પણ દુઃખમાથી મુક્તિ અપાવવાના યોગ્ય ઉપાયો લેવા જોઈએ. ભૂખ્યા અને તરસ્યા પશુઓ માટે ચારા પાણુની વ્યવસ્થા કરી આપવી તે ગૃહસ્થોનું કર્તવ્ય છે. ગૃહસ્થના જીવનમાંથી કરૂણું ચાલી જાય તો હૃદય કઠોર થઈ જાય. કઠોર હૃદયમાં દયા ધર્મનો વાસ થઈ શકે નહીં. તે તો જતે દહાડે નિર્દય બનતો જાય. જ્યારે જીવોનું રક્ષણ કરનારો તે જ ખરો શૂર છે. ઘાતકી મનુષ્યોને મહાપાતકી કહ્યા છે. હિંસા આચરનારા મનુષ્યોને જન્મોજન્મમાં તેનાં અતિ કટકા ફળ ભોગવવા પડે છે. સાપ કે વીંછી કોઈ પણ પ્રાણીનો વધ
નહી કરવો, વધથી વેર બંધાય સાપ વીંછી જેવા પ્રાણુઓને પણ હણવા નહીં જોઈએ..