________________
૨૬૬
મંગલાચરણ
પા પળનો જ્યાં ભરોસો નથી ત્યાં માનવી મોટી મોટી વાતો કરતો હોય છે. તેતર પક્ષીની સાથે જેમ બાજ પક્ષી ભમે તેમ જીવની માથે મોત ભમે છે. હવે આમાં માન કષાયને પોષવાની વાત કયાં રહી ? માનવી ગર્વનો ત્યાગ કરે તો તેના અંતરમાં જ્ઞાન પ્રગટે. યાને ગર્વ ગળે તો જ્ઞાન મળે. કોઈ પણ વડીલો યોગ્ય શીખામણ આપતા હોય ત્યારે નમ્રભાવે નતમસ્તકે તેમની શીખામણ લક્ષમાં લેવાથી જીવનમાં યોગ્ય માર્ગદર્શન મળે છે અને માનવીનું જીવન સુખમય બને છે.
પદાર્થ માત્ર અનિત્ય છે ત્યાં તેનો મદ શો કરવો
મદ એ પણ અંતરંગ શત્રુ છે. કુળ, ઐશ્વર્ય, રૂપ, વિદ્યા, બળ, જાતિ વગેરેનો મદ કરવો, અને મદમાંને મદમાં બીજાનો તિરસ્કાર કરવો તે મદ કહેવાય. માન અને મદ બને સગા ભાઈ છે. માનવી જે જે વસ્તુનો આ ભવમાં મદ કરે છે તે તે વસ્તુ તેને ભવાંતરમાં હીન પણે પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે કુળનો મદ કરવાથી ભવાતરમાં અધમ કુળોમાં જન્મ લેવો પડે છે, ઐશ્વર્યનો મદ કરનારને ભવોભવમાં દરિદ્રતા પ્રાપ્ત થાય છે. સંસારમાં પદાર્થમાત્ર જ્યાં અનિત્ય અને અસાર છે ત્યાં વળી તેનો મદ શો કરવાનો હોય ?
જ્યાં માનવીનું શીલ અશુદ્ધ છે ત્યાં વળી તેને કુળમદનું પ્રયોજન શું છે ? અને શીલ જેનું શુદ્ધ છે અથવા તો શીલ શણગારવડે જેનું શરીર અલંકૃત છે તેને પણ કુળ મદનું પ્રયોજન શું છે ? આ રીતે આઠે આઠ મદ અંગે