________________
મંગલાચરણ
૨૮૭
વ્યાપારીઓએ વાત આગળ લંબાવી અને રાજાના. કાનમાં ઝેર રેડવા માંડયું. પ્રભો ! મોદીને ત્યાં સ્ત્રીરત્ન છે તેની આપને જાણ છે ? રાજાએ કહ્યું તે હું જાણતો નથી. વ્યાપારીઓએ કહ્યું ત્યારે તો મોદી પર આપે ગમે તેટલો વિશ્વાસ રાખ્યો હોય પણ મોદીએ તો આપને તદ્દન અંધારમાં રાખ્યા છે. રાજાએ પુછયું શું મોદીને ત્યાં સ્ત્રીરત્ન છે ?
વ્યાપારીઓએ કહ્યું અમે એ જ વસ્તુ આપની સમક્ષ જાહેર કરવા આવ્યા છીએ. મોદી પ્રતિ—અમારા મનમાં ઈષ્યને ભાવ છે નહીં. મોદીના ઘરમાં તેની જે પત્ની છે તે સ્ત્રીરત્ન છે અને સાક્ષાત્ અપ્સરા જેવું તેનું અદૂભૂત સૌંદર્ય છે. આ વાત સાંભળતાં જ રાજાનું મન લલચાઈ ગયું અને વ્યાપારીઓ મનમાં એવા તો હરખાઈ ગયા કે આપણું કામ પાર પડી ગયું અને આપણે નિશાન તાકીને બાણ એવું છોડયું કે તીર રાજાને સીધું લાગી ગયું. વ્યાપારીઓ પોતાને સ્થાને ચાલ્યા ગયા.
આ બાજુ રાજાનું મન એકદમ વિહલ બની ગયું અને મનમાં એક જ ધૂન લાગી ગઈ કે મોદીની સ્ત્રીનું સૌંદર્ય હું કયારે નિહાળું અને કયારે હું મારી મનોકામના પૂર્ણ કરૂં ? રાજકારભારમાં ખાવામાં પીવામાં કશામાં રાજાનું મન લાગતું નથી. મોદીના ઘરમાં સ્ત્રીરત્ન ! મોદી તો મારો. પ્રજાજન ! રત્ન ગમે ત્યાં હોય તેની પર અધિકાર રાજાનો હોય. પેલા વ્યાપારીઓ કહી ગયા તે તદ્દન સાચી વાત છે કે મોદીએ મને અત્યારલગી અંધારામાં રાખ્યો. પોતાના ત્યાં સ્ત્રીરત્ન છે તે અંગેની વાત સરખી ન કરી.