________________
વિહેવાય. અને અંતરાત્મા જ પ્રાંતે પરમાત્મા બને છે. વિશેષ ઉપાધિથી વજિત ચિરૂપ આનંદમય અને અત્યંત પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયેલા તેમને પરમાત્મા કહેવામાં આવે છે. જે અનંત ગુણ સમુદાયના પિંડરૂપ છે એટલું જ નહીં ઇન્દ્રિયોને પણ અગોચર છે તેને જ પરમાત્મા કહેવામાં આવે છે. આટલું લાંબું ન કરવું હોય અને સંક્ષેપમાં જ લેવું હોય તો રાગદશા બહિરાત્મભાવ છે. વિરાગદશા અંતરાત્મભાવ અને વીતરાગતા પરમાત્મભાવ છે અથવા આસક્ત બહિરાત્મા, વિરકત અંતરાત્મા અને વિતરાગ પરમાત્મા. આ કાળે વીતરાગ બનીને પરમાત્મા બની શકાતું નથી પણ વૈરાગ્યભાવ જીવનમાં કેળવીને અંતરાત્મા જરૂર બની શકાય છે. અંતરાત્મા બન્યો તે અંતે પરમાત્મા બનવાનો છે.
દુઃખ એ કલંક નથી દીનતા કલંક
ચોથા સમ્યકત્વ ગુણ સ્થાનથી તે બારમા ગુણ સ્થાન સુધી અંતરાત્મ દશા છે. તેરમે ચૌદમે પરમાત્મ દશા છે. મિથ્યાત્વાદિ નીચલા ગુણઠાણે બહિરાત્મ દશા હોય છે. બહિરાત્મા અઘરૂપ (પાપરૂપ) હોય છે, અંતરાત્મા મંગલ સ્વરૂપ હોય છે અને પરમાત્મા ચિદાનંદ સ્વરૂપ હોય છે. બહિરાત્મભાવને લીધે ઈષ્ટ સંયોગો જ જીવને સારરૂપ ભાસે એટલે રખે તેનો વિયોગ ન થઈ જાય તેવી ચિન્તામાં જીવ રહે તે આર્તધ્યાનનો બીજે પ્રકાર. જે ઈષ્ટ સંયોગો પોતાને પ્રાપ્ત ન થયા હોય તે અંગેની પણ મનમાં ચિંતા રહ્યા કરે કે હું કેવો કમ નસીબ છું ! વિભાવાદિના ઈષ્ટ સંયોગો મને પ્રાપ્ત થતા નથી અને