________________
મંગલાચરણ
૨૭૫
લોકો મોઢામાં આંગળાં નાખી ગયા.
રાજા કામભોગાદિમાં નિર્લેપ હોવાથી
ભાવથી બહાચારી
ઉદ્યાનમાં બિરાજતા મુનિવરને રાણીએ વિધિપૂર્વક પોતાના પરિવાર સહિત વંદના કરી અને મુનિએ ધર્મલાભરૂપ આશીર્વાદ સૌને આપ્યા ? સૌએ ત્યાં વૃક્ષ નીચે મુનિભગવંતની સમક્ષ વિનયપૂર્વક બેસીને દેશના સાંભળી. દેશના સમાપ્ત થયા બાદ મુનિએ પ્રશ્ન કર્યો કે નદીમાં પાણી બે કાંઠે આવેલું છે. તમે બધાએ કઈ રીતે નદી પાર કરી ? રાણીએ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો અને ત્યાર બાદ મહારાણીએ મુનિને પ્રશ્ન કર્યો કે મારા ભર્તારને અસંભવિત એવું બ્રહ્મચર્ય વ્રત કઈ રીતે ઘટે ? મુનિ પ્રત્યુત્તરમાં ફરમાવે છે કે હે ભદ્રે ! તું સાંભળ. જે દિવસથી મેં પ્રવજ્યા અંગીકાર કરી છે તે દિવસથી મહારાજાનું મન સંસારપર અત્યંત વિરકત થઈ ગયેલું છે અને વિષયો પ્રતિ અત્યંત વૈરાગ્યભાવને લીધે ફકત તનથી જ સંસારમાં રહ્યા છે. બાકી મનમાં તો અહર્નિશ વ્રત અંગીકાર કરવા માટેની આકાંક્ષા સેવી રહ્યા છે. પણ રાજ્યની ધૂરાને વહન કરનારો તેવો કોઈ નહીં હોવાથી સિફે વ્યવહારથી રાજ્ય ચલાવી રહ્યા છે. અંતઃકરણમાં રાજ્ય પ્રતિ કે વિષયો પ્રતિ લેશ પણ સ્પૃહા નથી. હું જે દિવસથી દ્રવ્યથી અને ભાવથી નિગ્રંથ બન્યો છું તે દિવસથી આ મારા મોટાભાઈ ભાવથી નિગ્રંથ બની ચૂક્યા છે.