________________
૨૭:
મગલાચરણું
परपुंसिरतानारी, भर्तारमनुवर्तते 1 तथातत्त्वरतो योगी, संसारमनुगच्छति ॥
મુનિ મહારાણીને દૃષ્ટાંત આપીને સમજાવી રહ્યા છે કે પરપુરુષમાં રક્ત બનેલી નારી જે રીતે તેના ભર્તારને અનુસરે છે તે જ રીતે તત્ત્વમાં રક્ત અનેલો યોગી સંસારને અનુસરે છે. પરપુરુષમાં આસક્ત નારી પોતાના પતિની ઉપર ઉપરથી બધી સેવા કરે પણ અંતરથી તે પરપુરુષને જ ચાહતી હોય છે. તેમ આ રાજા ઉપરઉપરથી રાજ્યનો બધો વહીવટ સંભાળે છે, તારી સાથે ભોગ પણ ભોગવે છે પણ અંતરથી તે વિષયભોગ અને રાજ્યને લેશ પણ ચાહતો નથી.
तदेवं गृहवासेऽपि पङ्केऽब्जस्येव तस्थुषः । निर्लेप मनसो राज्ञो घटते ब्रह्मचारिता ॥
રાજાનું મન ગૃહવાસમાં જળમાં કમલની જેમ તદ્દન નિલે પ હોવાથી દ્રવ્યથી નહીં પણ ભાવથી બ્રહ્મચારીપણું તેમને ખરાખર ઘટે છે. ભોગને રોગ સમાન સમજીને જેઓ ભોગવતા હોય તેઓ બાહ્ય દૃષ્ટિએ ભોગી હોવા છતાં અંતર દૃષ્ટિએ યોગી જેવા છે. અને કેટલાકો ખાદ્ય દૃષ્ટિએ તથા પ્રકારની વિષયભોગાદિની સામગ્રીના અભાવે વિષયભોગનું સેવન ન પણ કરતા હોય છતાં અંતરમાં ભોગસુખની તીવ્ર ઝંખના રાખતા હોવાથી તેવાને બાહ્ય દૃષ્ટિએ યોગી હોવા છતાં ભોગી કહ્યા છે. આવી અંતરદૃષ્ટિની વાતને સમજનારા વિરલા હોય છે. આટલી વાત સમજાય તો રાજા ભાવથી કઈ રીતે બ્રહ્મચારી હતા તે પણ સમજાઈ જાય.