________________
૨૬૪
મંગલાચરણ
નાશ કરે, માયા મૈત્રીનો નાશ કરે જ્યારે લોભ સર્વ ગુણનો વિનાશ કરે છે. ભગવાન ઉમાસ્વાતિ પ્રશમરતિ શાસ્ત્રમાં લખે
क्रोधात् प्रीतिविनाशं, मानाद्विनयोपघातप्राप्नोति । शाठ्यात् प्रत्ययहानि सर्वगुण विनाशनं लोभात् ।।
માટે લોભ સર્વ દુર્ગણોનો દાદો કહેવાય. લોભી પ્રકૃતિના મનુષ્યો પોતાની પાસે અઢળક દ્રવ્ય હોય છતાં દાન કરી શક્તા નથી. પછી તો કીડીનું સંગ્રહેલું તેતર ખાય અને પાપીનું ધન પલ્લે જાય ! એટલે મૃત્યુ બાદ જે તે માણસોના હાથમાં જાય અને સૌ તેનો ઉપભોગ કરે !
મૃત્યુ પામનારનું વિત્ત બીજા હરી લે છે અને બાંધેલાં કર્મ દુર્ગતિમાં તેને એકલાને ભોગવવા પડે છે. મૃત્યુ પામનાર લોભી મનુષ્યના વિત્તનું અહિં તેના સંબંધીઓ પુન: પુન: ઉપભોગ કરતા હોય છે. અને દારૂણ દુ:ખ મૃત્યુને પામનારો એકલો દુર્ગતિમાં પડ્યો પડ્યો ભોગવતો હોય છે. આવું સમજ્યા પછી ધન સંચયની પાછળ તીવ્રપાપ કરે કોણ ? અને પુણ્યોદયે મહ્યું હોય તો શા માટે સન્માર્ગે વ્યય ન કરે ? બાકી તો કહેવતમાં કહેવાય છે કે, “લોભે લખણ જાય ? અને સંગ્રહ કરી રાખેલા ધન ઉપર મૂચ્છ રહી જાય એટલે ભવાંતરમાં મોટો વિષધર થાય, વળી કહેવત પણ છે કે, “લોભીને ત્યાં ધૂતારા ભૂખે ન મરે આખું શું રહસ્ય હશે તે તો લોભી પ્રકૃતિના જ જાણી શકે.