________________
મંગલાચરણ
૨૬૮
~
ઈન્દ્રિય સંયમ અંતરના ષડરિપુઓનો પરિહાર કરવો એ માર્ગોનુસારીનો ચોત્રીસમો ગુણ છે તેમ
वशीकृतेन्द्रियग्रामो, गृहीधर्माय कल्पते। .
પાંચે ઈન્દ્રિયોને વશ રાખવી તે પાંત્રીસમો ગુણ છે. પાંત્રીસ બોલપર જે વ્યાખ્યા કરવાની હતી તે આ ગુણ ઉપરની વ્યાખ્યા થઈ જતાં પૂરી થાય છે. ઈન્દ્રિયોના વિકારો પર વિજય મેળવવો તેને જ ઇન્દ્રિય સંયમ કહેવામાં આવે છે. હરણ, પતંગ, મીન, હાથી અને ભ્રમર વગેરે એકેક ઇન્દ્રિય વિષયની આધીનતાથી પણ ઘોરાતિઘોર મૃત્યુના દુઃખને પામે છે, તો પછી જે જીવો શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ વગેરે પાંચે ઈન્દ્રિયોના વિષયોને આધીન થએલા હોય તેવા જીવોની હાલત કેવી ખરાબ થવાની છે તો દરેક બુદ્ધિમાન વિચારી શકે તેમ છે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર ગ્રંથમાં ફરમાવ્યું છે કે :
पतङ्गभृङ्ग मीनेभ सारङ्गा, यान्ति दुर्दशाम् । एकैकेन्द्रिय दोषाच्चेद् दुष्टस्तैः किन पंचभिः ॥
આ ગાથાનું રહસ્ય ઉપર સમજાવી ગયા છીએ. એ જ વાત પૂ. ભગવાન ઉમાસ્વતિજીએ પણ પ્રશમરતિ શાસ્ત્રમાં ફરમાવેલી છે કે, શિષ્ટજનને ઉચિત દૃષ્ટિ અને ચેષ્ટાથી ભ્રષ્ટ