________________
મંગલાચરણ
૨૬૩
કહેવામાં આવે છે. બીજા કોઈની પરિણીત સ્ત્રી હોય અથવા વગર પરણેલી હોય તેની ઈચ્છા કરવી તે કામરૂપી અંતરંગ શત્રુ કહેવાય. સ્વદારામાં પણ વધારે પડતી આસક્તિ રાખવી અને મનમાં કામભોગ અંગેનો તીવ્ર અભિલાષ રાખવો, ઈદ્રિયોમાં ઉત્તેજના આવે તેવી ચેષ્ટાઓ કરવી તે પણ બધા કામ વાસનાને જ પ્રકારો છે. ક્રોધ કરવાથી સ્વપરને કેટલું નુકસાન થાય છે તે વિચાર્યા વિના આક્રોશ કરવો તે ક્રોધ. તેમાં એટલો પણ વિચાર ન રાખવો કે “વત્ રીતિ વિના” કોધથી વષની પ્રીતિનો વિનાશ થઈ જાય છે, એટલું જ નહીં કોય વેરાનુબંધનું કારણ છે. કોધ સર્વને ઉદ્દેશ પમાડનાર છે. સ્વપરને પરિતાપ ઉપજાવનાર છે, સુગતિને હણું નાખનાર છે અને દુર્ગતિનું દ્વાર છે. બે ઘડીનો ક્રોધ કરોડો વર્ષોના તપ ઉપર પાણી ફેરવનાર છે. આવા કોઈ પણ સુવિચારો મનમાં લાવવા નહીં અને સામાન્ય વાતમાં પણ એકદમ આવેશમાં આવી જવું અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેવું તે ક્રોધ નહીં તો બીજું શું કહેવાય ?
દુર્ગુણનો દાદો
ધનનો સંચય કર્યા કરવો, દાન દેવાને યોગ્ય વ્યક્તિને પણ દાન ન આપવું તે લોભ કહેવાય. લોભનો દુનિયામાં કયાંય થોભ છે નહીં. સ્વયંભૂરમણ સમુદ્રનો વખતે કોક પાર પામી શકે પણ લોભ સમુદ્રનો ભલભલા પાર પામી શકતા નથી. સંતોષના સેતુવડે જ લોભ સમુદ્રનો પાર પામી શકાય. ક્રોધ પ્રીતિનો વિનાશ કરે તો માન વિનય ગુણનો