________________
મંગલાચરણ
ખાવા પિવામાંએ રુચિ રહે નહીં. અજીર્ણમાં ભોજન લે એટલે તે ભલે અમૃતભોજન હોય તો શરીરમાં તેનું પરિણમન ઝેરરૂપે થાય.
અછણે ભોજન ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂળાદિનો ત્યાગ આ બધા ધાર્મિક પ્રિન્સિપલોનું જે સાંગોપાંગ પાલન કરવામાં આવે તો ડોકટરોનાં બિલ ચૂકવવાં જ ન પડે. સૂર્ય આથમે કે અંદરનું કમળ સંકોચાઈ જાય, હવે રાત્રિભોજન કરે એટલે શરીરમાં અનેક રોગો લાગુ પડે. દિવસ છતાં વાળુ કરી લે તો ધાર્મિક અને શારીરિક અને દૃષ્ટિએ લાભ થાય. એટલું જ નહીં બાર મહિના શુદ્ધ ચૌવિહાર કરનારને ષમાસી તપનો અપૂર્વ લાભ મળે છે.
રાતના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચારે આહારનો ત્યાગ રાખે તેને ચૌવિહાર કહેવામાં આવે છે. હવે જિંદગી પર્યત જે રાત્રિભોજનનો ત્યાગ રાખવાપૂર્વક ચૌવિહાર કરે તે કેવુંક અપૂર્વ ફળ પામે તે આટલા પરથી સમજી લેવાનું છે. રાત્રિ ભોજનમાં બીજા પણ અનેક દોષો છે. રાત્રિભોજન કરનારા મનુષ્યો ભવાન્તરમાં પણ માર અને ઘુવડના અવતાર પામે છે. પૂ. વીરવિજયજી મહારાજે તો ત્યાં સુધી લખ્યું છે કે “ભોજન નિશિ અંધાર, નારકીમાં અવતાર, સાંભળ વિસરામી” એટલે કે, રાત્રિભોજન કરનારા પરંપરાએ નારકીમાં અવતાર પામે છે. માટે રાત્રિ ભોજનનો ત્યાગ હોવો જોઈએ. કહેવતમાં પણ કહેવાય છે કે, દિવસ ઊગે