________________
મંગલાચરણ
જે કંદર્પ હોય તેનું દ્રવ્ય તો રાજા ચોર અથવા તેના પિત્રાઈઓ માટે નિધાન થઈ પડે છે. જેની સન્મતિ હોય તે જ દ્રવ્યનો સદુપયોગ કરીને સદ્ગતિ સાધે છે. અને દુર્મતિ હોય તે દુરૂપયોગ કરી દુર્ગતિના દ્વાર ખુલ્લાં કરે છે. અર્થ અને કામ પુરુષાર્થના ભોગે પણ
ધર્મ પુરુષાર્થની રક્ષા કરવી
ત્રણે પુરુષાર્થની સાધાનમાં કોઈ પણ પુરુષાર્થને બાધા ન પહોંચવા દેવી. છતાં સંજોગવશાત્ બાધા પહોંચવાનો વખત આવે તો પૂર્વના મૂળ પુરુષાર્થને બાધા ન પહોંચવા દેવી. દાખલા તરીકે કામ પુરુષાર્થને બાધા પહોંચવાનો વખત આવે તો ધર્મ અને અર્થ પુરુષાર્થની રક્ષા કરવી. અર્થ હશે તો કામ પુરુષાર્થને ઉત્પન્ન કરવો સહેલો છે. વખત આવે અર્થ અને કામના ભોગે ધર્મની રક્ષા કરવી. પણ ધર્મ પુરુષાર્થને બાધા નહીં પહોંચવા દેવી. ધર્મ હશે તો અર્થ અને કામ તો તેના પ્રભાવે આવી જ મળવાના છે. ધર્મના પ્રભાવ અંગે લખ્યું છે કે :
.
धर्मश्चेन्नावसीदते, कपालेनापिजीवतः । आढयोऽस्मीत्यवगंतव्यं धर्मवित्ताही साधवः ।।
હાથમાં નાળિયેરની ખોપરી લઈને ભીખ માગીને ખાતો હોય પણ જે ધર્મની રક્ષા કરી હશે તો તે સીદાવવાનો નથી. થોડા દિ તેને કષ્ટ પડશે પણ ધર્મનો જય થવાનો છે.