________________
મંગલાચરણુ
સ્વરૂપનું જ્ઞાન મેળવવું, કૃત્ય કોને કહેવાય, અકૃત્ય કોને કહેવાય તે અંગેનું જ્ઞાન મેળવવું, સ્વપર વચ્ચેનું ભેદજ્ઞાન કરવું તેને વિશેષજ્ઞપણું કહેવામાં આવે છે. કૃત્યાકૃત્યનો, ભક્ષાભક્ષનો, પેથાપેયનો, હેયઉપાદેયનો જેણે ભેદ ન જાણ્યો હોય તેનું સમ્યગજ્ઞાન ન કહી શકાય, અને તે તે વચ્ચેના તફાવતને નહીં જાણનારા મનુષ્યો, મનુષ્ય હોવા છતાં પશુમાં અને તેમનામાં કાંઈ અંતર નથી. ખરો વિશેષજ્ઞ તે જ કહેવાય જે પોતાના ગુણ અને દોષને જાણતો હોય અને જે એ રીતની હંમેશા વિચારણા કરતો હોય કે : -
प्रत्यहं प्रत्यवेक्षत, नरश्चरित मात्मनः । किनु मे पशुभिस्तुल्यं, किंतु सत्पुरुषैरिति ।।
મારું આચરણ તે પશુતુલ્ય છે કે સત પુરૂષોની કોટીનું છે ? મનુષ્યોએ આ રીતે અહર્નિશ પોતાનું ચરિત્ર તપાસવું જોઈએ. એટલું જ નહીં આત્મ સંપ્રેક્ષણ કરવું જોઈએ કે, મારામાં એકલા દોષો જ ભર્યા છે કે ગુણનો એકાદ અંશ પણ પ્રગટ્યો છે ? ગુરૂ ભગવંતોએ બતાવેલા રસ્તે માનવી ચાલે તો જરૂર તેનામાં ગુણ પ્રગટે. સદ્દગુરૂના માર્ગદર્શન વિના કોઈ પણ મનુષ્ય જીવનમાં આગળ વધી શક્તો નથી. બહારની આંખ બચપણમાં અંજન આંજીને માતા ખોલે છે,
જ્યારે ગુરૂ જ્ઞાનાંજન આંજીને અંતરની આંખ ખોલે છે. અંતરની આંખ ખુલ્યા પછી જ જીવને અંતર્યામીનાં દર્શન થાય છે. અંતર્યામીનાં દર્શન થતાં જ જીવ અંતરાત્મા બની પરંપરાએ પરમાત્મા બને છે. જેની દૃષ્ટિ બહારમાં છે અને