________________
મંગલાચરણ
૨૪૫
જેને બહારમાં જ સુખ દેખાય છે તેને બહિરાત્મા કહેવામાં આવે છે. તેવા જીવો બહારમાં એટલે ચાર ગતિરૂપ સંસારમાં જ ભટક્તા રહે છે. સદૂગુરૂના સંપર્કમાં આવનારો જીવ સત્સંગના પ્રભાવે વિશેષજ્ઞ બની પરંપરાએ આત્મજ્ઞ બની નિજ આત્મહિતને સાધી લે છે.
કૃતજ્ઞો લોક વલ્લભા
અન્યના કરેલા ઉપકારોને જાણનારો તેને કૃત કહેવામાં આવે છે. કોઈએ આપણીપર ગમે તેટલા અપકારો કર્યા હોય તે કદી સંભારવા નહીં. તેમ જ આપણે કોઈ પર ગમે તેટલા ઉપકારો કર્યો હોય તે પણ સ્મૃતિપટમાં લાવવા નહીં, એમ જ સમજવું કે આપણે આપણું કર્તવ્ય બનાવ્યું છે. આપણે અમુક વ્યક્તિ પર અગણિત ઉપકારો કર્યા હોય અને તે કદાચ આપણને ભૂલી પણ જાય, યત્કિંચિત્ પણ ઉપકારનો બદલો ન વાળી શકે, છતાં જો આપણે આપણું કર્તવ્ય સમજીને - સામી વ્યક્તિ પર ઉપકારો કર્યા હોય તો આપણે તે વ્યક્તિ પ્રતિ મનમાં લેશ પણ હલકા વિચારો ન આવે. અરર ! મેં આ વ્યક્તિ પર અગણિત ઉપકારો કર્યા છે અને આજે તે સારી પોજીશનમાં છે, છતાં પ્રતિઉપકારનો તેનામાં જરાએ ભાવ દેખાતો નથી. કુતરાને બટકું રોટલો નાખ્યો હોય તો ઉપકાર ભૂલતો નથી ત્યારે શું માનવ સ્થાનમાંથીએ ગયો કે ઉપકારીના ઉપકારને ભૂલી જાય છે. આવા આવા અનેક વિચારો આવવાથી મન વિચારવમળમાં જ અટવાઈ જાય, માટે આપણે કરેલા ઉપકારો સંભારવા નહીં. અને અપકારો