________________
મ ગલાચરણ
આવવાનું છે? ગામડાઓના અભણ માણસોમાં જે શિષ્ટાચાર જોવામાં આવે છે તે શહેરના ભણેલાઓમાં જોવામાં આવતુ નથી તો પછી ગમે તેટલું ભણ્યા પણ તેથી લાભ શું ? શિક્ષણ મેળવવાની સાથે વિનય વિવેકના સંસ્કાર જીવનમાં પડ્યા હોય તો શિક્ષણ જરૂર કામનું છે. સંસ્કારને પોષણ આપે તેને જ તો શિક્ષણ કહેવામાં આવે છે. હજી એકલા સંસ્કારથી માણસ શોભી ઊઠશે, પણ સંસ્કાર વિનાના એકલા શિક્ષણથી માનવી નહીં શોભે. ધર્મના સંસ્કાર વિનાનું શિક્ષણ તો કેટલીકવાર શ્રાપરૂપ નિવડે છે. -
વૃત્તસ્થ અને જ્ઞાનવૃદ્ધ મહાપુરૂષોના લક્ષણો
આપણે પણ એવા જ કોઈ ધ્યેયથી આ માર્ગાનુસારીના ગુણોપર વિવેચન કરી રહ્યા છીએ કે, કોઈપણ આનું વાંચન કરે તો તેના જીવનમાં ઊંચામાં ઊંચા ધર્મના સંસ્કાર પડે અને જીવનનું સાંગોપાંગ ઘડતર થઈ શકે. ચોવીસમા અને પચીસમા ગુણની વ્યાખ્યામાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રા જી ફરમાવે છે કે : -
वृत्तस्थ ज्ञानवृद्धानां पूजकः पोष्य पोषकः ।
અનાચારોના પરિહાર કરવાપૂર્વક સમ્યગ્ર આચારમાં રહેલા વ્રતધારી જે મનુષ્યો તેમને વૃત્તસ્થ કહેવામાં આવે છે અને હેય ઉપાદેયનું જેમને જ્ઞાન હોય તેમને જ્ઞાનવૃદ્ધ કહેવામાં આવે છે. હેય એટલે ત્યાગ કરવા યોગ્ય અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય. જેમ કે નવતત્વમાં આશ્રવ તત્વ, પાપ તત્વ,