________________
મંગલાચરણ
૨૭૭
બંધ તત્વ વગેરે પરિહરવા યોગ્ય છે. સંવર, નિર્જરા, પુણ્યાનુબંધી પુણ્ય, મોક્ષતત્વ જીવનમાં આદરવા યોગ્ય છે. જીવ અજીવ રેય છે યાને તે બન્નેનું સ્વરૂપ જાણવા યોગ્ય છે? બન્નેનું સ્વરૂપ જાણીને જડનો મોહ છોડવા યોગ્ય અને આત્મતત્વ ગ્રહણ કરવા યોગ્ય છે. આ રીતે હેય, રેય અને ઉપાદેયનું જેમને સમ્યગજ્ઞાન હોય તે જ્ઞાનવૃદ્ધ. તેવા વૃત્તસ્થ અને જ્ઞાનવૃદ્ધ પુરૂષોને પૂજક બનવું એટલે કે તેમની સેવા કરવી. તેમને બે હાથ જોડીને અંજલી કરવી, તેમને આસનઆપવું, તેઓ આવતા હોય ત્યારે ઊભા થઈ જવું આ બધા તેમની પૂજાના પ્રકારો છે.
વ્રતની વાડ આત્મા માટે અત્યંત હિતાવહ
વ્રતધારી પુરૂષો જ્ઞાનવૃદ્ધ પણ હોઈ શકે. જીવનમાં વ્રતની સાથે જ્ઞાન હોય અથવા જ્ઞાનની સાથે વ્રત હોય એટલે સોનામાં સુગંધ. જ્ઞાની અને વત પચ્ચકખાણ વિનાનો તે તો સ્વચ્છેદી કહેવાય. હા, પોતે વીતરાગ બની ગયો હોય તો કાંઈ કહેવાનું રહેતું નથી. તેવા વીતરાગ તો આ કાળે આ ક્ષેત્રે કોઈ બની શકતા નથી. તો પછી વચગાળાની સાધક દશામાં વ્રતધારી બનવું જ જોઈએ. વ્રત પચ્ચકખાણથી મન ઇન્દ્રિયો પર અંકુશ રહે છે. જ્ઞાનીની દૃષ્ટિમાં જે વ્રતનો મહિમા ન હોય તો સમજવું તે મહા અજ્ઞાની છે. તે તો પોતે ડૂબેલો છે અને તેના સંપર્કમાં આવનારા પણ ડૂબવાના છે. વ્રતનો રાષ્ટ્રએ તો શુભરાગ છે. શુભ રાગથી જીવને લાભ ન થાય. શુભ એ તો વિકાર છે;