________________
મંગલાચરણ
૨૩
ધર્મ ક્ષમાદિકભી મીટેજી, પ્રગટે ધર્મ સંન્યાસ | તો જૂઠા ઝગડા તણજી, મુનિને કવણ અભ્યાસ |
ક્ષાયિકભાવે જ્યાં આત્મામાં જ્ઞાનદર્શનાદિ ધર્મો પ્રગટે છે ત્યાં શરૂઆતના ક્ષયોપથમિક ભાવે પ્રગટેલા ધમાં મટી જાય છે. જેમ સૂર્યોદય થાય ત્યાં તારા નક્ષત્ર ચંદ્રમા વગેરેનો પ્રકાશ ઢંકાઈ જાય છે, અથવા સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય છે તેમ ક્ષાયિકભાવે કેવલજ્ઞાનાદિ પ્રગટે ત્યાં મતિજ્ઞાનાદિનો પ્રકાશ તેમાં સમાઈ જાય છે. ક્ષાયિકેભાવે ધમ પ્રગટતાં જ્યાં શરૂઆતના ક્ષમાદિક ધર્મો પણ રહેતા નથી ત્યાં મુનિને જૂઠા ઝગડાઓનો તો અભ્યાસ હોય જ શેનો ? મોટા પુરૂષોને પણ જ્યાં પોતાના પક્ષનો કદાગ્રહ થઈ જાય ત્યાં કોઈ પણ મતભેદોનો દુનિયામાં અંત આવી શકે જ નહીં.
કુતર્ક એ અંદરનો ભાવશત્ર
અભિનિવેષને અતિ વિષમ કહ્યો છે. તે જીવને હેરાન હેરાન કરી મૂકે છે. ખોટાનું સાચું અને સાચાનું ખોટું કરવું તે કદાગ્રહનું કામ ! તેનો કોઈ ઢંગધડો જ નહીં, આમ પણ કૂદે ને તેમ પણ કુદે પણ સાચી મુદ્દાની જે વાત હોય તેને તે ન પકડે. કુતર્ક અંગે પૂ. હરિભદ્રસૂરિશ્વરજી યોગદૃષ્ટિ ગ્રંથમાં લખે છે કે :
बोधरोग शमापाय, श्रद्धाभंगो अभिमानकृत् । कुतर्कश्चेतसोव्यक्तं, भविशत्रुरनेकधा ।।