________________
મંગલાચરણ
પ્રતિસિદ્ધ દેશકાલ ચર્યાનો પરિહાર કરવાપૂર્વક બલાબલના જાણકાર બનવું
- બાવીસમા અને ત્રેવીસમા ગુણની વ્યાખ્યામાં પૂ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી લખે છે કે :
अदेशाकालयोश्चर्यां त्यजन् जानन् बलाबलम् ।
ગૃહસ્થોએ અનાર્ય દેશમાં અને અકાળમાં યાને રાત્રી પ્રમુખ કાળમાં ચર્ચાનો પરિત્યાગ કરવો. અનાર્ય દેશોમાં પર્યટન કરવાથી ત્યાંના નબળા સંસ્કારો જીવનમાં આવે છે અને જીવનમાં જે ધાર્મિકતા મેળવેલી હોય તેમાં પણ મોટી હાની પહોંચે છે. આજના કેટલાક મનુષ્યોને અમેરિકા વગેરે દેશોમાં પર્યટન કરવાનો એક પ્રકારનો શોખ જાગ્યો છે અને વિદેશ યાત્રા જીવનમાં કરી આવે એટલે એમ જ માને કે જીવનમાં જાણે એક મહાન સિદ્ધિ મેળવી જ્યારે તેવા દેશોના પરિભ્રમણમાં સિદ્ધિ જેવું કશું નથી.
ધાર્મિક જીવનથી આઘા તે અનાર્ય
કેટલાક અધ્યયન કરવા નિમિત્તે તથા અથર્જન નિમિત્તે વિદેશમાં જાય છે. તેઓ ડીગ્રીઓ અને પૈસો ત્યાં જઈને મેળવે છે. પણ તેના બદલામાં પોતાના સંસ્કારધનનું લિલામ કરી નાખવું પડે છે. કેટલાકો ત્યાં ગયા પછી પણ સંસ્કાર જાળવી રાખે છે, તેમને ધન્યવાદ ઘટે છે. અરે ! કેટલાકને