________________
૨૮
મંગલાચરણ
ગુણીજનના બહુમાનથી ઈન્સાન ગુણવાન બને
સૌજન્ય, દાક્ષિણ્ય, ઔદાર્ય, ધૈર્ય, એ બધા ગુણ છે. તે ગુણો પ્રતિ પક્ષપાત રાખવો અને તે તે ગુણો જેમનામાં હોય તેવા ગુણીજનોને યોગ્ય આદર આપવો, તેમનું બહુમાન કરવું, તેઓ ઘરઆંગણે અચાનક આવી ચડ્યા હોયતો પધારો ! એવા પ્રિય શબ્દોથી તેમને સન્માનપૂર્ણ આવકાર આપવો તેને ગુણ અંગેનો પક્ષપાત કહેવાય. ગુણવાનના ગુણ પક્ષપાતથી ઈન્સાન પોતે ગુણવાન બને છે. ગુણીજનના ગુણની પ્રસંશા કરવી, તેમને સહાયક બનવું, તેમના પ્રતિ અનુકુળ પ્રવૃત્તિ વગેરે કરવી. આ રીતે ગુણજનના ગુણોનો પક્ષપાત રાખનારા જીવો પોતાના આત્મામાં અવંધ્ય ધર્મ બીજ વાવવાવડે પરંપરાએ પોતાના આત્માને ગુણસમુદાયનો ભાજન બનાવનારા બને છે.
•
દુનિયામાં નિષ્પક્ષ વિરલા પૂ. હરિભદ્રાચાર્ય જેવા મહર્ષિ ફરમાવે છે કે : पक्षपातो नमे वीरे नच द्वेष कपिलादिषु । युक्तिमद्वचनंयस्य तस्यकार्य परिग्रहः ॥
।
એ મને વીરભગવાન પ્રતિ પક્ષપાત નથી અને કપિલાદિ પ્રતિ દેવા નથી. માત્ર જેમનું વચન યુક્તિયુક્ત છે. તેમના વચનનો હું આદર કરું છું કેવી અપૂર્વ ભાવના દર્શાવી છે ?