________________
મંગલાચરણ
અજીર્ણ ભોજનનો ત્યાગ અને યોગ્ય કાળે પથ્ય ભોજનનું સેવન
માર્ગનુસારીતાના સોળમા અને સત્તરમા ગુણ પરના વિવેચનમાં આવે છે કે, શરીર એ ભાડાનું ઘર છે. તેનાથી કામ લેવાનું એટલે શરીરને ભાડું આપવું પડે. નિર્દોષ આહારપાણથી શરીરને પોષણ આપવું પડે છે, છતાં કરેલા આહારનું જે પાચન ન થાય અને અજીર્ણ થયું હોય તો ભોજનનો ત્યાગ કરી દેવો જોઈએ. ભલે સામાન્ય પાચન થયું હોય પણ બરાબર પરિપકવ થયેલ ન હોય તો પણ વળતે દિ ભોજનનો પરિત્યાગ કરી દેવો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી લખે છે કે : अजीर्णे भोजन त्यागी, काले भोक्ताच सात्म्यतः ।
- કારણ કે સર્વ રોગોનું મૂળ અજીર્ણ છે, અને અજીર્ણ પર જે ભોજન લેવાય તો શરીરમાં અનેક રોગો લાગુ થઈ જાય. જાતે દહાડે કાયા વ્યાધિગ્રસ્ત બની જાય. વૈદકમાં પણ લખેલું છે કે સર્વ રોગો અજીર્ણથી ઉત્પન્ન થાય છે.
અજીર્ણના પ્રકારો આમ, વિદગ્ધ, વિષ્ટબ્ધ અને રસશેષ આ અજીર્ણના ચાર પ્રકારો છે. સવારે તદ્દન નરમ ઝાડો ઉતરે અને તેમાંથી એકલી બદબો છૂટે, જાણે કોહવાઈ ગયેલી છાશ ન ગંધાતી