________________
મંગલાચરણ
૨૭,
રૂ. પરિવરેલો કોઈ જુવાન પુરૂષ સુમધુર કંઠે ગવાતું સ્ત્રીનું સંગીત જેવા ઉલ્લાસથી સાંભળે તેથી પણ પ્રભુવાણીના શ્રવણમાં અધિક ઉલ્લાસ હોવો જોઈએ. રોહણ્યા ચોરને કાને ત્રણ ચાર શબ્દો પ્રભુ મહાવીરના મુખમાંથી નિકળેલા પડ્યા અને તે પણ સાંભળવાની બુદ્ધિએ નહોતા સાંભળ્યા. તેના પિતાએ તેને પ્રતિજ્ઞા આપેલી હતી કે, આટલામાં વીરપ્રભુ વિચરે છે. તેને વચનો તારે ક્યારે પણ સાંભળવા નહીં. છતાં કાંટો પગમાંથી કાઢવા જતાં શબ્દો કાને પડી ગયા. તેટલા શબ્દોના શ્રવણ માત્રથી તે જીવ તરી ગયો. જિનવાણીનું શ્રવણ જીવ માટે અમૃતપાન છે, અને તે એક પ્રકારનું અપૂર્વ રસાયણ છે. તેના સેવનથી જીવ અજર અમર બની જાય છે.
સુખની અસારતા જેને ભાસે તે જ મહાજ્ઞાની
શ્રાવકને જિનવાણીના શ્રવણ વિનાનો દિવસ વાંઝિ લાગે. વીરવાણીના બે વચનો કાને ન પડ્યા હોય તો આખો દિવસ શ્રાવકને નકામો લાગે. પૂ. ધર્મદાસગણુએ તો ઉપદેશમાળા શાસ્ત્રમાં તેવા જીવોને જ સકર્ણ કહ્યા છે જેઓ અહર્નિશ જિનવાણીનું શ્રવણ કરતા હોય. જિનવાણના બે શબ્દો પણ જે જીવોને કાનમાં ન પડયા હોય તેવા સકર્ણ હોવા છતાં - વિકલેન્દ્રિ જેવા કહ્યા છે. જિનવાણીને શ્રવણ વડે જેમણે સંસારનું અનંત દુઃખમય સ્વરૂપ જાણ્યું અને તે કારણથી જેઓને સંસારપર ઉત્કટ વૈરાગ્યભાવ આવી ગયો તેઓ જ ખરા સકર્ણ ? સંસારના દુઃખો તો સૌની દૃષ્ટિમાં ભયંકર છે, પણ જ્ઞાનીની દૃષ્ટિમાં તો સંસારના સુખો અતિ ભયંકર છે.