________________
મંગલાચરણ
૨૦૫
જાણેલા અર્થને અવલંબીને બીજા વિતક કરવા અને વિરૂદ્ધ અર્થથી વ્યાવર્તન કરવું તે ઊહ કહેવાય. જે અર્થ જાણ્યો હોય તેની ચિંતવના કરવી તે ઊહ. ઘરમાં ધુમાડો દેખીને અગ્નિ છે તેવો નિશ્ચય પહેલાં કર્યો હોય, પછી કયારેક પર્વત પર ધુમાડો દેખીને વિચાર આવે કે
यत्र यत्न धूम्र तत्र तत्र वन्हि
જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય, બસ આને ઊહ કહેવામાં આવે છે. અથવા સામાન્ય જ્ઞાન તે ઊહ કહેવાય, અને વિશેષ જ્ઞાન તે અપોહ કહેવાય. અપોહ એટલે ઊંડાણથી તત્વ મિમાંસા કરવી. દાખલા તરીકે કોઈ પણ જીવની હિંસા કરવી એ મહાપાપ. તેનાથી તીવ્ર કર્મનો બંધ પડે. ત્યારબાદ ઊંડાણથી ચિંતવના કરે કે જીવની હિંસા કરવાથી પાપ લાગે છે, એટલે કોઈનું મનથી પ્રતિકૂળ ચિંતવવું તે પણ મહાપાપ છે, અને કોઈને કટુ વચન કહેવા તે પણ એક પ્રકારની વાચિક હિંસા છે અને મનથી પ્રતિકુળ ચિંતવવું તે માનસિક હિંસા છે. આવી વિચારણુપૂર્વક કેમે કમે. હિંસા અસત્યાદિ પાપોથી વિરમતો જાય તે અપોહ કહેવાય.
બુદ્ધિના સાત ગુણની વ્યાખ્યા કરવામાં આવી. આઠમાં ગુણ છે તત્ત્વજ્ઞાન ઊહ અને અપોહના વિશેષ પ્રકારના જ્ઞાનથી અત્યંત વિશુદ્ધિવાળું નિશ્ચળ જ્ઞાન તે તત્વજ્ઞાન. આ પદાર્થનું સ્વરૂપ આમ જ છે એવું જે નિશ્ચળજ્ઞાન તે તત્વજ્ઞાન. શુશ્રુષાદિ ગુણો વડે જેણે બુદ્ધિનો વિકાસ કર્યો હોય તેવો પુરૂષ ઉત્તરોત્તર કલ્યાણને સાધી પ્રતે પદનિર્વાણને પામે છે.