________________
૩૬
|
મંગલાચરણp.
સ્થિર રહે કયાંથી ? પેટમાં દરરોજ અન્ન કેવું પડે છે ? અમારા પેટમાં પણ તમારે ત્યાંનું જ અન્ન પડે છે. એટલે. અમારી પણ યોગ અને સમાધિમાં જેટલી રહેવી જોઈએ. તેટલી સ્થિરતા રહેતી નથી. છતાં અમે નિરંતર તેના પ્રયત્નમાં છીએ, આહાર શુદ્ધિપર ઘણો મોટો આધાર રહે છે.
નીતિનો છાશ રોટલો અમૃત તુલ્ય છે. અને અનીતિનાં લાપસીચૂરમાં પણ ઝેર તુલ્ય છે. નીતિનો રોટલો માણસના પેટમાં જાય એટલે તેના વિચારોમાં પરિવર્તન આવ્યા વિના રહે નહીં. એવા નીતિપરાયણ ગૃહસ્થો થઈ ગયા છે કે, જેમને ત્યાંનો રોટલો જમીને ચોર પણ શાહુકાર બની ગયાના દાખલા બનેલા છે. અન્નશુદ્ધિ સાથે મનશુદ્ધિનો જમ્બર સંબંધ રહેલો છે. કહેવતમાં કહેવાય છે કે, “આહાર તેવો ઓડકાર.” શદ્ધ અન્ન પેટમાં જાય એટલે બુદ્ધિ પણ સારી રહે. દુર્બદ્ધિ પણ સદ્બુદ્ધિમાં પલટાઈ જાય. અન્યાય અને અનીતિના દ્રવ્યના સ્પર્શ માત્રથી બુદ્ધિ બગડે, એટલે પરંપરાએ સર્વ નાશ થાય છે.
સોમલ વચ્છનાગના સેવનથી ઝેર ચડે, જ્યારે
પૈસાના સ્પર્શ માત્રથી ઝેર ચડે
પૈસાનું ઝેર અતિ ભયંકર હોય છે. તેના સ્પર્શ માત્રથી મૂછનું કાતિલ ઝેર ચડે છે, જ્યારે સોમલ કે વછનાગ જેવાં જે કાતિલમાં કાતિલ ઝેર કહેવાય છે તેના