________________
મંગલાચરણ
૧૨૫
કે ઓફીસર હોય તે પણ માણસ જેવા માણસ જ હોય છે, બે હાથપગ તેમને હોય છે, બે હાથપગ આપણને પણ હોય છે. જ્યારે તેઓ પણ માણસ જેવા માણસ જ છે, તો તેમનાથી ભય લાગવાનું કારણ શું ? સત્તા જે તેમને અપાયેલી છે તે તો રક્ષણ માટે અપાયેલી છે. કોઈના નાશ માટે સત્તા અપાયેલી નથી, છતાં માનવી તેમનાથી ભય કેમ પામે છે ? ખરી રીતે માનવીને માનવીનો ભય હોતો નથી. માનવીને ભય પોતાના દુષ્કૃત્યો અંગેનો હોય છે. પોતાના પાપ કમ જ માનવીને અંદરથી કોરી ખાતા હોય છે. આજે ભલભલા શ્રીમંતોને એક સામાન્ય પટ્ટાવાળાને સલામ ભરવી પડે છે. અને પટ્ટાવાળા કેટલીકવાર શ્રીમંતોને ધધડાવી પણ નાખે છે, અને તેમને મુંગે મોઢે સાંભળી લેવું પડે છે. કારણ કે પાપ એવી ભયંકર વસ્તુ છે જે અંદરથી આત્માને નબળો કરી નાખે છે.
- વ્યાપારીના ચોપડાના પાને પાને જો નીતિ ઝળહળતી હોય તો પછી અમલદારો કે ઓફીસરો તેનું શું બગાડી શકવાના છે ! એકવાર અમલદારોને વિશ્વાસ બેસી જાય છે, આ વ્યાપારીનું નૈતિક ધોરણ ઘણું જ ઊંચું છે, પૈસાના પ્રલોભનમાં પડીને તે પ્રાણાતે પણ અનીતિ આચરતો નથી અને તેના ખાતાવહીમાં લેશ પણ ગડબડગોટાળા નથી, તેવા પ્રામાણિક વ્યાપારીઓના કેટલીકવાર અમલદારો કે ઓફીસરો ચોપડાએ તપાસતા નથી, અને કયારેક અચાનક દુકાનમાં આવી ચડ્યા હોય તો એ સલામ ભરીને રવાના થઈ જાય, ધનના લોભે