________________
મંગલાચરણ
૧૮૧
હવે આ બહુ વૃદ્ધ થઈ ગયા, કો પણ ઘણું ભોગવે છે, હવે તો છૂટી જાય તો સારું ! આવું ઉપરથી બોલે પણ મનમાં વાત બીજી હોય. હવે તો આ છૂટી જાય તો ઠીક આ વાત તો ઔપચારિક થઈ. બાકી તો આ જાય તો આમણે સંઘરી રાખેલું ઝટ હાથમાં આવે ! આવા હલકા વિચારો ન આવી જાય એટલે પૂ. હરિભદ્રસૂરીશ્વરજીએ યોગબિન્દુમાં લખ્યું કે તેમના વિત્તનો તીર્થક્ષેત્રમાં વ્યય
કરવો.
માતાના અગણિત ઉપકારો
માતાપિતામાં પણ માતાના મહાન ઉપકારો આપણી પર હોય છે. એટલે “માતપિત્રોજપૂન” એ પાઠમાં માતાને પહેલું સ્થાન આપેલું છે. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે, દસ ઉપાધ્યાય બરાબર એક આચાર્ય, સો આચાર્ય બરાબર એક પિતા અને હજાર પિતા-અરાબર એક માતા, આમ કહીને મનુસ્મૃતિકારે માતૃત્વ શક્તિને દુનિયામાં અજોડ ઠરાવી છે. નવ નવ મહિના ઉદરમાં બાળકને તે ધારણ કરે છે. પ્રસવ કાળની અસહ્યા વેદના તે વેઠે છે. બચપણમાં બાળકનો ઉછેર પણ તે કરે - છે. તેના મળમૂત્ર પણ તે સાફ કરે છે. હવે તેવી માતાનો અનાદર કરે તેને કુદરત કઈ રીતે સાફ કરે ? સૂકામાં બાળકને પોઢાડીને ભીનામાં તે સૂવે છે, માતાના આવા અગણિત ઉપકાર આપણુ પર હોય છે. ભગવતીસૂત્રમાં ત્યાં સુધી લખ્યું છે કે આપણું શરીરમાં ત્રણ અંગો માતાના હોય અને ત્રણ પિતાના હોય છે.