________________
૧૯૨
મંગલાચરણ
ધર્મને માગે વ્યય કરવાનો મહાપુરૂષો જરૂર ઉપદેશ દેતા હોય છે. એટલાથી કોઈ પણ મહાપુરૂષ ઘર વેચીને કોઈને તીર્થ કરવાનું કહેતા નથી. વ્યાપાર વાણિજ્યમાં આવક ઘણું થતી હોવા છતાં સન્માર્ગે જેઓ ખર્ચતા નથી તેવા મનુષ્યો શ્રીસંઘમાં કે સમાજમાં પ્રતિષ્ઠા ને પામતા નથી. ઉલટા નિન્દાને પાત્ર ઠરે છે. ગૃહસ્થને પોતાના કુટુમ્બીઓ તેમજ પોતાના આશ્રિતોનો પણ ખ્યાલ રાખવો પડે. ધર્મબિન્દુ પ્રકરણની ટીકામાં ત્યાં સુધી લખ્યું છે કે :
आयव्ययमनालोच्य, यस्तु वैश्रवणायते । अचिरेणैव कालेन, सोऽत्र वै श्रवणायते ।।
જે મનુષ્ય આવકનો ખ્યાલ રાખ્યા વગર પૈશ્રવણ-કુબેર ભંડારીની જેમ ધનનો વ્યય કરવા જાય તે મનુષ્ય અલ્પ સમયમાં જ શ્રવણમાત્ર પુરતોજ રહી જાય છે. અર્થાત્ કે તે ધનાઢ્ય હતો, આવો હતો ને મોટો મહાન લક્ષાધિપતિ હતો એવું સાંભળવા પુરતું રહી જાય છે. આવક ઉપરાંત માનવી વ્યય કરવા જાય એટલે રોગ જેમ શરીરને દુર્બળ કરી નાખે તેમ વધારે પડતો ખર્ચ માનવીને વ્યવહારમાં શક્તિહીન કરી નાખે છે. તે દહાડે તેવા ખર્ચાળ માનવીને ભીખ માગવાનો પણ વખત આવી લાગે. ખોટી જીવન જરૂરિયાતો પર કાપ મૂકાઈ જાય તો બચત ઘણું રહે અને અનીતિ ન કરવી પડે પહેલાના કાળમાં મનુષ્યો આવક હોય તે પ્રમાણે