________________
મંગલાચરણ
રહી નથી. જેટલી મૂડી હોય તેટલી વ્યાપારમાં રોકી રાખે ઉપરાંત બીજાના વ્યાજથી લાવીને પણ વ્યાપારમાં રોકે, બેંકમાંથી પણ વ્યાજે લે. પોતાની મૂડી હોય પચીસથી પચાસ હજારની અને વ્યાપાર કરે અઢી ત્રણ લાખનો, પછી જે દિવસે ભાવતાલ ગબડી જાય તે દિવસે બધું સાફ થઈ જાય, અને ઉપરથી માથે વ્યાજનું કર્જ ચડતું જાય, ગૃહસ્થોએ આવો દુ:સાહસ નહીં ખેડવો જોઈએ, પહેલાંના કાળમાં વ્યાપારમાં નુકશાની લાગતી તોએ ભંડારમાં એક ભાગનું જે દ્રવ્ય અનામત રાખેલું હોય તેના લીધે આજીવિકાને વાંધો નહોતો આવતો અને ચાર ભાગ પાડવાને લીધે મૂડી સલામત રહી જતી. - આ બધી ચર્ચા જ્ઞાનીઓએ એટલા માટે કરી છે કે આવક ઉપરાંત ખર્ચ રાખવા જાય તો મૂડી સાફ થઈ જાય. મૂડી સાફ થઈ જાય એટલે ગૃહસ્થને આજીવિકા કેમ ચલાવવી તે મોટો સવાલ થઈ પડે, એટલે પછી મન આર્તધ્યાનમાં પડી જાય, અને ધર્મધ્યાન બધું ચૂકાઈ જાય. ધર્મધ્યાન ચૂકાઈ જાય એટલે આખો ભવ હારી જવાય. માટે આવક અનુસાર ગુહસ્થ જે વ્યય રાખે તો બે પૈસા સન્માર્ગ પણ લગાડી શકે, ધર્મધ્યાન પણ શાન્તિથી થઈ શકે અને પોતાના આ લોક અને પરલોકને પણ સુધારી શકે. અને તો જ નર જન્મના વાસ્તવિક ફળને પણ પરંપરાએ પામી શકે. .