________________
મંગલાચરણ
માણસાઈને સ્થાને સાણસાઈ
આજે તો માણસાઈનું સ્થાન સાણસાઈએ લીધું છે. એક એકને ફસાવવાની વાત તેને સાણસાઈ કહેવાય. આજે બહારમાં સૌ પ્રમાણિકતાનું બોર્ડ લગાડે પણ અંદરનું બોર્ડ બીજું હોય. બહારનું બોર્ડ હોય “પ્રમાણિકતા અમારો મુદ્રાલેખ છે અંદરનું બોર્ડ હોય “ગાના ગાહવે આમાં નીતિમત્તા કયાંથી રહે ? અને નીતિમત્તા ન હોય ત્યાં માનવતાનાં દર્શન કયાંથી થવાનાં ?
મસ્ય ગળાગળ ન્યાય
સમુદ્રમાં મત્સ્ય ગળાગળ ન્યાય ચાલતો હોય છે. નાનાં માછલાંને મોટાં માછલાં ગળી જાય તેને મત્સ્ય ગળાગળ ન્યાય કહેવાય. તેવી રીતે દુનિયામાં મનુષ્ય ગળાગળ ન્યાય ચાલ્યો છે. શક્તિશાળી મનુષ્યો શક્તિહીનને દબાવે અને બુદ્ધિશાળી મનુષ્યો બુદ્ધિહીનને જાળમાં ફસાવે, બસ આને જ મનુષ્ય ગળાગળ ન્યાય કહેવાય. આવી સ્થિતિમાં માનવતાનાં દર્શન કયાંથી થવાનાં ? શક્તિહીન માનવોને પોતાની શક્તિ અનુસાર રાહત પહોંચાડવામાં આવે, દુઃખી મનુષ્યોને દુઃખમાંથી મુક્તિ અપાવવાના યોગ્ય પ્રયાસો કરવામાં આવે, શક્તિશાળી મનુષ્યો પોતાની શક્તિનો ઉપયોગ દુબળોનું રક્ષણ કરવામાં કરે, બુદ્ધિશાળી મનુષ્યો પોતાની બુદ્ધિનો ઉપયોગ બીજાને છેતરવામાં નહીં, પણ યોગ્ય જીવોને અભય કુમારની જેમ ધર્મને રસ્તે ચડાવવામાં કરે અથવા તત્વની વિચારણા કરવામાં