________________
૧૦૦
મોંગલાચરણુ
બુદ્ધિના આઠ ગુણુ અને નિરંતર ધર્મ શ્રવણ
માર્ગાનુસારીના એક પછી એક જે ગુણુ વર્ણવાય છે તે ઘણાજ મહત્વના છે. તેને માનવતાનાં સોપાન કહીએ તો તે તદ્ન ખરાખર છે. જીવનમાં નીતિ, ન્યાય, પાપભીરૂતાદિ ગુણોના સેવનથી જરૂર માનવતાનો વિકાસ થાય. આજે જીવનમાં માનવતાના જ્યાં દર્શન દુર્લભ થઈ પડ્યાં છે ત્યાં ધાર્મિકતા અને અધ્યાત્મિકતાની તો વાત જ કયાં કરવાની રહી ! જીવનમાં ખાર ત્રતાદિનું પાલન અને શક્તિ અનુસાર વ્રતાદિ કરવા તે ધાર્મિકતા કહેવાય. આત્મ સ્વરૂપની વિચારણા કરવી કે હું કોણ છું ? કયાંથી અહીં આવીને ઉત્પન્ન થયો છુ ? કયાં જવાનો છું ? મારૂં ખરૂં સ્વરૂપ શું છે ? આ બધી વળગણા મને કયા સંબંધે વળગેલી છે ? તેને રાખું કે તેનો ત્રિવિધ ત્યાગ કરૂં ? આ રીતની વિચારણા તે આત્મ તત્ત્વ અંગેની વિચારણા, અને પોતાનાં જ્ઞાન દર્શનાદિ સ્વરૂપમાં રમણુતા કરવી તે આધ્યાત્મિકતા કહી શકાય, જેના ફળ સ્વરૂપે પરપરાએ જીવ અનંત જ્ઞાન ને અનંત દર્શનને પામે તે પૂર્ણતા કહી શકાય. પણ માનવતાનો જ વિકાસ ન થયો હોય તો આગળની ભૂમિકાઓ કયાંથી પ્રાપ્ત થવાની છે ? ખાટલે મોટી ખોટ પાયો જ ન મળે. મૂળમાં જ મૂળજી કુંવારા હોય ત્યાં બીજી વાત જ કયાં કરવાની રહી ?