________________
૧૯૦
મંગલાચરણ
આ પ્રત્યુત્તર સાંભળીને હેરત પામી ગયા અને કેટલીક વાતો તેમણે પોતાના જીવન પર લઈ લીધી. અને નિર્ણય કર્યો કે હવેથી આ મોઢેથી કયારે પણ પણ જૂઠું ન બોલવું. માતંગીને આવી ઊંડી સમજ બદલ પંડિતજીએ ધન્યવાદ આપ્યા! અને યારબાદ પંડિતજી નદી કિનારે શંકર ભગવાનના મંદીરે પહોંચ્યા.
આ દૃષ્ટાંતનો ઉપનય એ છે કે પ્રાણ કંઠે આવી જાય તો પણ મનુષ્યોએ નિંદિત કાય જીવનમાં નહીં કરવા જોઈએ. તમે પણ દરરોજ અહિં વ્યાખ્યાનમાં ભેગા થાઓ છો. તમારા અહિંથી ઉડ્યા બાદ જળ છંટાવવાની તો જરૂર નહી પડે ને? હું નથી માનતો અહિં ઉપાશ્રયમાં જૂઠા બોલા ભેગા થતા હોય ? જૈન કુળમાં જન્મેલા પણ જૂઠું બોલતા હોય તો સમજવું તેઓ જૈન કુળને દિપાવતા નથી ઉલટા લાંછન લગાડે છે. જેમ હિંસાનો પરિત્યાગ કરવાનો છે તેમ અસત્યનો પણ પરિત્યાગ કરવાનો છે. મિથ્યા ભાષણ કરનારા મનુષ્યો જીવનમાં અહિંસાવ્રતનું પણ પાલન કરી શક્તા નથી. સત્ય એ તો સાક્ષાત ભગવાન છે. ભગવાનની માફક સત્ય ધર્મની પણ ઉપાસના કરવાની છે. સત્ય અહિંસાનું પાલન તે જ વાસ્તવિક જીવન છે. માટે નિંદિત કાયનો પરિત્યાગ કરી સૌ જીવો દિવ્ય જીવનને જીવનારા બને એજ એક મહેચ્છા !