________________
મંગલાચરણ
જે પુરૂષ સદાચાર અને વિચાર વિહીન હોય તે ગમે તેવા ઉચ્ચ કુળમાં જન્મેલો હોય તો પણ તેનું કુળ પ્રમાણરૂપ નથી. બીજો કોઈ મનુષ્ય ભલે અંત્ય જાતિમાં ઉત્પન્ન થયેલો હોય પણ તેનામાં જે સદાચાર હોય તો તે ઘણું જ મહાન છે. ઉત્તમ કુળમાં જન્મેલા પણ જીવનમાં હિંસા અસત્યાદિ કુકર્મ આચરતા હોય તો તે કુળની અપેક્ષાએ જૈન અથવા બ્રાહ્મણ હોવા છતાં તેઓ કર્મચંડાળ છે, અને કુળથી ચંડાળ હોવા છતાં જીવનમાં અહિંસા, સત્ય, અચૌર્ય વગેરે સતકર્મને આચરતા હોય તો તેઓ કુળની અપેક્ષાએ ચંડાળ હોવા છતાં કર્મ જૈન કહ્યા છે. કુળચંડાળ કરતાં કર્મચંડાળને ભયંકર કહ્યા છે. એટલા માટે પ્રાણ ભલે કંઠે આવી જાય તો પણ જે નિંદિત કાર્યો છે તે આચરવાં નહીં. ઉભય લોકવિરૂદ્ધ કાર્યો કરવાથી ઉભય લોક બગડે. એટલું જ નહીં ભવો ભવ બગડે છે. પરોપકારાદિનાં શુભ કાર્યો જ જીવનમાં કરતા રહેવું તેમાં જ નરજન્મની સફળતા છે.
વસંતપુર કરીને મોટું નગર હતું. તે નગરના રાજરસ્તા પર સવારના સમયે કોઈ એક માતંગી જળ છંટકાવ કરી રહી હતી. તે માતંગી માંસાહારી હતી. એક ફાટેલા ચીંથરામાં માંસનો લોચો લપેટીને રસ્તા પરના ઝાડ નીચે તેણીએ તે મૂકી રાખેલો હતો. તેની પર માખીઓ બણબણતી. હતી. રાજરસ્તાની તે સફાઈ કરી રહી–હતી. તે કામ પતી જાય એટલે તે ઝાડ નીચે બેસીને નાસ્તારૂપે માંસના.