________________
મંગલાચરણ
૧૫
મૃત્યુ પામનારની પાછળ રોવાકૂટવાના
રિવાજે નાબુદ કરવાની જરૂર આ કોઈ સંબંધી મૃત્યુ પામે એટલે રોવાકૂટવાના રિવાજો આ દેશમાં ઘણી જગ્યાએ હોય છે. તેવા રિવાજો દેશાચાર માનીને પાળવાના હોતા નથી. ખરી રીતે તેવા રિવાજોનો ત્યાગ કરવો જોઈએ. અનંતને માગે જે સિધાવી ગયા તેઓ , ગમે તેટલું રૂદન કરે કાંઈ પાછા ફરવાના નથી, તો પછી તેમની પાછળ રૂદન કરવાનો અર્થ શો છે ? મૃત્યુને પામનારની પાછળ સંતાપ કરવાથી શોક વધે છે, અને શોકમાંથી આર્તધ્યાન જન્મ પામે છે. આર્તધ્યાન કરવાથી ક્યારેક તિર્યંચ ગતિના આયુષ્યનો બંધ પડી જાય છે. માટે રોવાકૂટવાના રિવાજે જે કોઈ જ્ઞાતિઓમાં હોય તે બિલકુલ રાખવા જેવા નથી. તેવા રિવાજો બંધ કરીને જે કોઈ સગા સંબંધીઓ ઘેર બેસવા આવે તેમના હાથમાં એકએક માળા પકડાવી દેવી અને કહી દેવું કે, રોવાકુટવાના રીતરિવાજે અમોએ કાઢી નાખ્યા છે. માટે આપ મૃત્યુને પામનારની આત્મશાન્તિ નિમિત્તે પરમાત્માના નામની એકએક માળા જરૂર ફેરવો. આ રિવાજ દરેક જગ્યાએ અને પ્રત્યેક કુટુઓમાં પ્રવર્તે તો વાતાવરણ કેટલું બધું શુદ્ધ બને !
મૃત્યુ શરીરનું, નહીં કે આત્માનું
મૃત્યુ પામનાર વ્યક્તિની પાછળ રૂદન કરવામાં આવે છે, પણ એટલું વિચારવામાં નથી આવતું કે મૃત્યુ કોનું થયું છે ?