________________
મંગલાચરણ
૧૬
ગૃહસ્થનું રહેઠાણુ સ્થાન કેવું હોય ?
માર્ગનુસારીતાના બોલમાં છ બોલ ઉપરની વ્યાખ્યા પૂરી કરી, સાતમું બોલે છે ગૃહસ્થ પોતાનું રહેઠાણ સ્થાન કેવું રાખે અને કેવી જગ્યાએ ઘર બાંધે. જે અણગાર ન બની શકે તે ઘરબારી કહેવાય. જેને ગામમાં ઘર ન હોય અને સીમમાં ખેતર ન હોય તે અણગાર કહેવાય એટલે કે સાધુ કહેવાય. તેવા અણગાર તો જગતમાં વિરલ હોય છે. જે કે સાચું ધર્મમય જીવન જીવનારા તો અણગાર જ છે. અણગાર અને તેનો તો બેડો પાર જ છે. જે કોઈ જીવનો એવો પુણ્યોદય જાગે કે ઘરબાર કુટુમ્બકબીલાનો ત્યાગ કરીને અણગાર બની જાય તેનું તો જીવન જ ધન્ય બની જાય. ભવસાગર તરવા માટેનો ઊંચામાં ઊંચો એ જ માર્ગ છે. છતાં બધા જીવો તે માર્ગે આવી શક્તા નથી. ગૃહસ્થાશ્રમમાં રહેનારા ઘણા હોય છે. તેવા આત્માઓને પણ જે યોગ્ય માર્ગદર્શન મલ્યું હોય, તો તે આત્માઓ ગૃહવાસમાં રહીને પણ સર્વથી નહીં તો છેવટે દેશથી પણ ધર્મ આરાધી શકે.
ગૃહસ્થ પોતાનું રહેઠાણ બહુ જાહેરમાં ન રાખે - કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્રમાં ફરમાવે
अनतिव्यक्तगुप्तेच, स्थानेसु प्रानिवेश्मिके । अनेक निर्गमद्वार, विवजित निकेतन ॥