________________
મંગલાચરણ
છે. પિતા પોતાના પુત્રને સુધારવા યોગ્ય શિખામણ આપે તેમ યોગ્ય જીવને સદ્ઉપદેશ જરૂર આપી શકાય. પણ પૂંઠ પછવાડે કોઈની વાત કરવી તે યોગ્ય નથી. હાથી ભરબજારમાંથી પસાર થતો હોય ત્યારે તેની પાછળ કોણ ભસે એ તમે સારી રીતે જાણો છો, તેવી રીતે પૂંઠ પાછળ કોઈની નબળી વાત કરતા હોય તેવાઓને પણ તે જ ઉપમા ઘટે છે. સન્મુખ. વાત કરે તે સિંહ કહેવાય. માટે કોઈને પણ કાંઈ કહેવું હોય તો મોઢામોઢ કહી દેવું. કોઈ પણ વ્યક્તિ પછી તે દુશમન પણ કેમ નથી હોતો, તેની પણ પૂંઠ પછવાડે તેને ઉતારી પાડવાની બુદ્ધિથી બીજાને મોઢે નબળી વાત કરવી તે સવારના સમયે શરીરના પૃષ્ઠ ભાગમાંથી જે કાંઈ નીકળે છે તેનું ભક્ષણ કરવા બરાબર છે.
એટલા માટે જ જ્ઞાનીએ નિન્દકને ચોથો ચંડાલ કહ્યો છે. દુનિયામાં કર્મ ચંડાલ હોય છે, જાતિ ચંડાલ હોય છે અને કુળચંડાલ પણ હોય છે, જ્યારે નિન્દક ચોથો ચંડાલ ? માટે નિન્દાના દોષનો પરિત્યાગ કરી તીર્થંકરાદિ મહાપુરૂષોના ગુણાનુવાદ કરવાની સુચાલ પાડવી કે જેથી નિન્દા કુથલી અને વિકથા રૂપ અનાદિની કુચાલનો પરિત્યાગ થાય અને જીવને સાચી દિશા મળે. તેના ફળ સ્વરૂપે સર્વ દુઃખનો અંત કરી જીવ અનંત અવ્યાબાધ સુખનો ભોક્તા બને બસ એ જ એક મહેચ્છા !