________________
૧૭૪
મંગલાચરણ
આવવા ઈચ્છતી નથી.
હંસલીની આવી શિખામણ હોવા છતાં, હંસ લાગણીવશ બનીને વાયસની સાથે જાય છે અને તે વાયસ હંસને નંદનવન જેવા રમ્ય પ્રદેશમાં લઈ જાય છે. ત્યાં જઈને વાયસ અનેક પ્રકારના ફળફૂલ આદિથી હંસની સરભરા કરે છે. હંસને પોતાના ઘેરા મહેમાન માનીને મહેમાનગતિ કરે છે. એમ કરતાં મધ્યાન્હ કાળ શરૂ થાય છે. ગરમીની મોસમ હોવાથી બને એક ઘટાદાર વૃક્ષની ડાળ ઉપર બેઠેલા છે. તે જ વૃક્ષની નીચે શિકાર કરવા નીકળેલો એક રાજવી પોતાના સાગરીતોની સાથે વિશ્રાંતિ લેવા આવી પહોંચે છે. રાજાના સેવકો વૃક્ષની નીચે રાજાના શયન માટે સુખશષ્યા બિછાવી દે છે. અને રાજા પરિભ્રમણનો થાક ઉતારવા શયન કરે છે. તેટલામાં ઉપરથી કાગડો બરાબર રાજાના મોં ઉપર ચરક કરે છે અને રાજા જાગી જાય છે. રાજાના સેવકો પણ બેઠા થઈ જાય છે. નીચે જ્યાં જરાક સંચાર થાય છે, ત્યાં વૃક્ષ ઉપરથી કાગડો ઊડી જાય છે. રાજાના સેવકો બાણથી ઉપર બેઠેલા હંસને વીંધી નાખે છે. અને તરફડતો હંસ વૃક્ષ ઉપરથી નીચે પડે છે.
ત્યારે રાજા સેવકોને કહે છે કે, આ જંગલના કાગડા ? તો બહુ રૂપાળા દેખાય છે. આ શબ્દ સાંભળતાં હંસને મનમાં મૃત્યુથી પણ અધિક વ્યથા થાય છે અને મનમાં વિચારે છે કે, અરર ! આ રાજા તો મારી જાતને પણ પિછાનતો નથી, અને તદ્દન ઊંધી ખતવણી કરે છે. છેલ્લે મરતાં મરતાં પણ