________________
૧૭૮
મંગલાચરણ
સુમધુર વચનો બોલતો હોય, ઉચ્ચ કુળમાં જન્મેલો હોય, તેનું યૌવન પણ ખીલી ઊઠેલું હોય છતાં વિનય અને પ્રશમથી વિહીન હોય તો તેના જીવનની શી શોભા છે ? નદીનો પટ ગમે તેટલો વિશાળ હોય પણ પટમાં પાણીનો પ્રવાહ જ ન વહેતો હોય તો નદીની શી શોભા દેખાવાની છે ? માટે જીવનમાં ગુણ પ્રગટાવવા હોય તો વિનીત બનવું.
विणओ सासणे मूलं, वीणीओ संजओ भवे । विणयाओ विप्पमुक्कस्स, कओ धम्मो को तवो ॥
વિનય એ જિન શાસનનું મૂળ છે. વિનીત છે તે જ ખરો સાધુ છે. વિનયગુણથી ભ્રષ્ટ થએલાને ધર્મ કેવો ? અને તેને વળી તપ પણ કેવું ? અર્થાત તેને ધર્મ કયાંથી હોય, અને તપ પણ કયાંથી હોય? તે તો દેવાળીયા કંપનીનો મેમ્બર કહેવાય. જિન શાસનમાં તેને કયાંય સ્થાન ન મળે.
વિનય વિવેકના સંસ્કાર વિનાનું
શિક્ષણ શા કામનું ?
માતાપિતા, કળાચાર્ય, ઘરની અંદરના વડીલો, એ બધા ગુરૂસ્થાને છે. તેમને ત્રણવાર પગે લાગવાનું એટલા માટે લખ્યું કે એમ કરતાં જીવનમાં નમ્ર ભાવ આવે. જ્યારે આ કાળમાં તો ત્રિસંધ્ય નમન વિધિ તો ઠીક પણ સવારે ઉઠતાંવેંત એકવાર પગે લાગતાં હોય તો એ ઘણું મોટી વાત