________________
મંગલાચરણ
જીવનમાં સદ્દગુણનો વિકાસ કરવો હોય તો સદાચારીનો સંગ કરવો, હલકાની સોબતનો ત્રિવિધે ત્યાગ કરવો.
- ૬ છ ત
રાજહંસ માટે કાગડાની સોબત એ સંગ કહેવાય કે કુસંગ કહેવાય ? કહેવું જ પડશે કે સંગ નહીં પણ તે કુસંગ જ કહેવાય. અને તેવા કુસંગને કારણે રાજહંસ જેવા રાજહંસનું કઈ રીતે મૃત્યુ થયું છે તે ઉપર દૃષ્ટાંત ઘટાવવામાં આવે છે.
માન સરોવરને કાંઠે એક હંસ અને હંસલી બને સુખપૂર્વક વિહાર કરતાં હતાં. એટલામાં માન સરોવર ઉપરથી એક વાયસ (કાગડો) આકાશ માર્ગેથી પસાર થતો હતો. તે વાયસ દૂરદૂરના પ્રદેશમાંથી ઉડ્ડયન કરીને આવતો હોવાથી સુધા લાગવાને લીધે માછલાં ભક્ષણ કરવાના ધ્યેયથી આકાશ માર્ગેથી નીચે સરોવરમાં પડે છે અને ડૂબવાની તૈયારીમાં છે. તે જ સમયે હંસલી પોતાના પ્રિયતમ હંસનું ધ્યાન ખેંચે છે અને કહે છે કે, નાથ ! આ બિચારો વાયસ આકાશ માર્ગેથી સરોવરમાં પડી ગયો છે અને ડૂબી જવાની તૈયારીમાં છે માટે આપ આને કોઈ પણ ભોગે જીવિતદાન આપો ! કારણ કે સજ્જનોનું જીવન પરોપકાર માટે જ હોય છે. અને નાથ! જીવનનો પરમસાર પરોપકાર છે. સ્વનું તો સૌ કરે છે પણ પરનું કરનાર જ પરમ ગતિને પામે છે. - આ તો હંસલી હંસને બોધ આપે છે ! પણ આજે