________________
૧૫૮
મંગલાચરણું
બીજાનો પરાભવ કરવાથી અને સ્વલાઘા કરવાથી અર્થાત્ પોતાનો ઉત્કર્ષ કરવાથી વીસકોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળું નીચ ગોત્રકર્મ બંધાય છે. તે કર્મ પછી અનેક ભવે ઉદયમાં આવે છે, અને કરોડો ભવે પણ જીવનો તેમાંથી છુટકારો થતો નથી. નીચ ગોત્રકર્મના ઉદયે જીવને હલકામાં હલકા કહેવાતા ગોત્ર અને કુળોમાં ભવોભવમાં ઉત્પન્ન થવું પડે છે.
એટલા માટે ઉત્તમ મધ્યમ કે જઘન્ય કહેવાતા કોઈ પણ મનુષ્યોના અવર્ણવાદ બોલવા નહીં. તેમાં રાજા, પ્રધાન, પુરોહિત વગેરે જે લોકમાં માન્ય કહેવાતા પુરૂષો હોય તેવાના અવર્ણવાદનો વિશેષ પ્રકારે ત્યાગ કરવો. રાજાદિકના અવર્ણવાદ બોલવાથી ક્યારેક તેવા પુરૂષોનો જો કોપ વષે તો ધન હાની થાય, એટલું જ નહીં પ્રાણઘાતનો પણ પ્રસંગ ઊભો થઈ જાય, દેશ નિકાલ કરે તો અનેક કષ્ટો વેઠવા પડે. માટે નિન્દા સ્વ આત્મા શિવાય કોઈની કરવાની નહીં. તેમાંયે રાજા, પ્રધાન વગેરે જે ઘણુ લોકમાં પ્રતિષ્ઠિત અને લોકમાન્ય પુરૂષો હોય તેવાઓની નિન્દામાં ઉતરવું એ તો સામેથી અનેક મુશીબતોને આમંત્રણ આપવા જેવું છે. નિન્દક અને હિંસક બન્નેને સમાન જેવા કહ્યા છે.
જે વ્યક્તિની આપણે નિન્દા કરતા હોઈએ તે એમ જાણે કે, સામો માણસ જે તેના મોઢે મારી નિન્દા કરે છે અને મને હલકો પાડે છે. એટલે તેને મનને આઘાત લાગવાનો છે. બસ કોઈના પણ હદયને આપણા તરફથી આઘાત પહોંચે તે