________________
૧૪૬
મંગલાચરણ
આત્મા તો અજરામર છે, તે તો ક્યારે પણ મૃત્યુને પામતો નથી. શરીરની સાથે આત્માનો જે સંયોગ હતો તેનો વિયોગ થયો. બસ આને જ લોકમાં મૃત્યુ કહેવામાં આવે છે. જેનો સંયોગ તેનો તો વિયોગ થવાનો જ છે. આત્મા સંયોગિક વસ્તુ છે જ નહીં. આત્મા સ્વાભાવિક તત્વ હોવાથી અનાદિ અનંત છે, તે તો આ શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં દાખલ થયો. તેણે તો ભાડાની કોટડી બદલી, તો પછી રોવાનું કોના માટે ?
આત્મા શાશ્વત અને અનાદિ અનંત તત્વ છે, છતાં જેમને સમ્યગૂ જ્ઞાન નથી તેવા મનુષ્યો જ મૃત્યુના પ્રસંગને શોકનું નિમિત્ત બનાવી કલ્પાંત કરતા હોય છે. ખરી રીતે તો તેઓ પણ મોટે ભાગે પોતાના સ્વાર્થને જ રોતા હોય છે. જે ગયો તે તો આવવાનો જ નથી, એમ તો મનમાં સૌ સમજતા હોય છે, પણ સ્વાર્થ ચીજ એવી છે કે, એકવાર ભલભલાને ઢીલા કરી નાખે. જ્યારે જ્ઞાની પુરૂષો પોતાના પુત્રપૌત્રાદિને મૃત્યુના પ્રસંગને પણ શોકનું કારણ ન બનાવતાં વૈરાગ્યનું નિમિત્ત બનાવે છે. ઈષ્ટના વિયોગના પ્રસંગને વૈરાગ્યમાં વાળી લે તે જ ખરો જ્ઞાની. એક પોતાનો આત્મા અને આત્માના જ્ઞાન દર્શનાદિ ગુણો તેનો વિયોગ કયારે પણ થવાનો નથી. વિયોગના પ્રસંગને વૈરાગ્યભાવમાં વાળે
તે જ ખરો જ્ઞાની બાકી સર્વાર્થસિદ્ધ વિમાનનાં સુખોને પણ જ્ઞાનીએ