________________
મંગલાચરણ
૧૨૭
ન હોય, અને ધન દોલતના બાહ્ય શૈભવની દૃષ્ટિએ ભલે કરોડપતિ પણ કેમ નથી હોતો છતાં આંતર વૈભવની અપેક્ષાએ જ્ઞાનીએ તેવાને કંગાલ કહ્યો છે.
બાહ્ય વૈભવની અપેક્ષાએ તે સંપત્તિના શિખરે બેઠેલો છે પણ આંતર વૈભવની દૃષ્ટિએ તે તદ્દન દરિદ્ર છે. આત્મામાં સમ્યક્ત્વ જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણ છે. તે બધા ગુણો પ્રગટે તો તો આત્મા પરમાત્મા બની જાય. અનંતા ગુણોમાંથી એક સમ્યકત્વગુણ પ્રગટે અને તે પણ જે ક્ષાયિકભાવે પ્રગટ તો તો આત્મા કૃત્યકૃત્ય થઈ જાય ! આ કાળે ક્ષાયિકભાવ છે નહીં, ક્ષાયોપથમિક ભાવે પણ સમ્યક્ત્વ પ્રગટે તો એ આત્મા ધન્ય ધન્ય બની જાય !
ગુણના આંશિક પ્રગટીકરણમાં પણ અનુપમ શાંતિ
આત્માનો એકાદ ગુણ અંશે પ્રગટે તો એ આત્મા અનુપમ સુખ શાન્તિને અનુભવી શકે. તો જે સિદ્ધ ભગવંતોના અનંતાનંત ગુણ ક્ષાયિકભાવે પ્રગટેલા છે તે સિદ્ધ ભગવંતોનો આનંદ અને અનંત અવ્યાબાધ સુખ કેવા પ્રકારનું હશે ! પ્રતિ સમયે તેઓ અનંત અવ્યાબાધ સુખને અનુભવી રહ્યા છે. અનંત જ્ઞાનીઓ પણ સિદ્ધ ભગવંતોના સુખને જ્ઞાનના બળે જાણી શકે પણ કહી ન શકે. ભાષા વગણમાં તો જેટલું આવતું હશે તેટલું જ આવવાનું.-- *