________________
૧૩૦
મંગલાચરણ
મનુષ્ય મૃત્યુને પામ્યા બાદ તેના મૃત શરીરની કોઈ ચીજ બનતી નથી અને તેનું મૃત શરીર કશા ઉપયોગમાં પણ આવતું નથી. છતાં હમણાં જ કહી ગયા તેમ નર જે ઉચ્ચ કરશું કરે તો મહાન ઉચ્ચ પદવીને પામી શકે છે. જીવદયા, શીલત્રત, તપ, સંયમ, સુપાત્ર દાન, એનું પાલન એ જ મહાન ઉચ્ચ કરણી કહેવાય. તેવી કરણ કરનાર જીવને દુર્ગતિનો ભય રહેતો નથી, અને સગતિ તેવા આત્માઓની રાહ જુએ !
સ્વ દયામાં જ સ્વનું રક્ષણ આત્માને પાપના ભારથી લાદવો નહીં. ભારે વસ્તુ પાણીમાં નાખવામાં આવે તો જેમ નીચે જાય તેમ પાપના ભારથી લદાયેલો આત્મા પણ ભવ સમુદ્રના તળિયે જાય છે. સ્વ આત્માની જેનામાં દયા હોય તે જ સ્વ આત્માનું રક્ષણ કરી શકે. પર દયા પણ જરૂર કરવાની, પણ સ્વ દયાનો વિષય તો તેથી પણ ઘણું મહત્ત્વનો છે. જેનામાં સ્વ દયા ન હોય તેનામાં પર દયા હોઈ શકે નહીં. ગાયોનાં ઘણને અહાર ચારવા લઈ જનારો ગોવાળ જેમ હિંસક પશુઓથી તેનું રક્ષણ કરે તેમ કામ ક્રોધ રાગદેષાદિ અંદરના ભાવ શત્રુઓથી આત્માનું રક્ષણ કરવાનું છે. અંદરના ભાવ શત્રુઓ જ આત્માના જ્ઞાન દર્શનાદિ ભાવ પ્રાણનો ઘાત કરનારા છે. સ્વ દયાના વિષયને સમજનારા જ આ રીતે સ્વ આત્માનું રક્ષણ કરી શકે.