________________
મંગલાચરણ
૧૦૫
થઈ ગયેલા હોય, તેવાને વર્જિને ગૃહસ્થ વિવાહનો સંબંધ
જોડે.
જે વ્યક્તિ પોતે ઘણુંનો વિરોધી હોય તેવાની સાથે વેવાઈ તરીકેનો સંબંધ જોડવાથી પોતે અપરાધી ન હોય, તો પણ ઘણા લોકો વિરોધી બની જાય છે. અને સંપત્તિ વિગેરે જે કાંઈ ગૃહસ્થોને પ્રાપ્ત થાય છે તે લોકોની ચાહનાથી પ્રાપ્ત થાય છે. આણે તો મહા ભયંકર સામાજિક અથવા ધાર્મિક અપરાધ કરનાર સાથે સંબંધ જોડ્યો છે, એવું વિચારી લોકો તેની સાથેનો પણ વ્યવહાર ઓછો કરી નાખે છે. એટલે વ્યાપાર ધંધા ભાંગતા જાય, પરિણામે અર્થહાનિ થાય, અર્થહાનિ થતાં ગૃહસ્થને અનેક વિપત્તિઓનો સામનો કરવો પડે, માટે અન્ય ગોત્રના હોવા છતાં કુળશીલ સમાન હોય તેવાની સાથે ગૃહસ્થ સંબંધ જોડે.
કન્યા ધાર્મિક સંસ્કારવાળી હોય એટલે તે રાત્રિભોજન ન કરતી હોય, કંદમૂળાદિ અભક્ષ વસ્તુઓનો તેણે ત્યાગ કરેલો હોય, જિનપૂજા, વ્યાખ્યાનશ્રવણ વગેરે ધાર્મિક આચાર વિચારોનું પાલન કરનારી હોય અને તેવા સંસ્કાર સામા વર પક્ષમાં ન હોય, એટલે વિવાહ થયા પછી પરસ્પર અનેક સંઘ ઊભા થાય. બન્ને વચ્ચે અસંતોષ રહ્યા કરે. પતિ શીલ સંપન્ન હોય અને પત્ની છેલછબીલી હોય એટલે નાટક, સિનેમા, વેશભૂષા વગેરે નવી દુનિયાના વાતાવરણથી રંગાએલી હોય, ત્યાં પરસ્પર વિખવાદ થયા વિના રહે જ નહીં. એટલે કુળશીલ સમાન હોય તો જ વિવાહ થયા પછી બને જીવનમાં શાન્તિ અનુભવી શકે. -