________________
૧૧૨
મંગલાચરણ.
દરવાજા જેવા ખુલ્યા કે, જયનાદથી ગગન ગાજી ઊઠયું. શાસનદેવોએ આકાશમાંથી સતિ સુભદ્રા પર પુષ્પોની વૃષ્ટિ કરી. ચંપાનગરીના સમસ્ત નગરજનોએ નિરાંતનો દમ. ખેંચ્યો. નગરીમાં આનંદના જાણે પૂર રેલાવવા લાગ્યા. રાજાને તો મનમાં એટલો બધો આનંદ થયો કે આ મહાસતિએ તો આપણે બધાની લાજ રાખી દીધી છે. સતિ સુભદ્રાનું રાજા અને પ્રજાએ મળીને ખૂબ બહુમાન કર્યું. '
શીલના પ્રભાવે સતિ સુભદ્રાએ જગતમાં અમર નામ રાખ્યું છે. સિંહણના દૂધ સોનાના ઠામમાં જ ટકે છે. તેવી રીતે. દૃઢ મનોબળવાળા મહાપુરૂષો જ શીલવ્રતનું પાલન કરી શકે છે. સતિ સુભદ્રાનો પ્રભાવ જોઈને તેની સાસુ પણ હેરત પામી ગઈ, તેનો પતિ બુદ્ધદાસ તેમજ સમસ્ત પરિવાર આશ્ચર્યમાં ગરકાવ બની ગયા, અને સૌએ સતિ સુભદ્રાનું બહુમાન કરવાપૂર્વક ક્ષમાયાચના કરી. અંતે સતિ સુભદ્રા દીક્ષા અંગીકાર કરીને મોક્ષે ગઈ છે. આ તો મહાસતિ હોવાથી શ્વશુરપક્ષમાં ગમે તેટલા કછો પડવા છતાં પોતાના ધર્મમાં સ્થિર રહી. બધામાં આવું મનોબળ કયાંથી હોય ! માટે કુલશીલની સમાનતા જોઈને ગૃહસ્થી સંબંધ બાંધે, તો આવી વિષમતા પ્રાયઃ ઊભી ન થાય !
વૈભવની દૃષ્ટિએ પણ સ્થિતિ સમાન હોવી જોઈએ. કન્યાના પિતા વૈભવની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ હોય એટલે કન્યા કયારેક પતિની અવગણના કરી નાંખે. ખાનદાન હોય તે તો આવું ન કરે પણ બધાં ખાનદાન લાવવાં કયાંથી ? ધારણ