________________
૧૧૦
મંગલાચરણ
વારે ? વહુવર મારે તને હવે કહેવું શું? તું એવી નિર્લજજ છો કે તને નથી લાજ કે નથી શરમ. મોટા મોટા શેષનાગ જેવા નાગ નાશી ગયા અને હવે કાકડે રાજ આવ્યું ? શેષ નાગ જે ભાર ન ઉપાડી શક્યા તે પૃથ્વીનો ભાર હવે કાકીડો શું ઉપાડશે ? મોટી મોટી રાજાની મહારાણીઓ પોળના દ્વાર ન ઉઘાડી શકી તે દ્વારા હવે તું ઉઘાડવાની છે ? માટે આ તારું ગાંડપણ રહેવાદે ! -
સાસુએ આવા વચનો કહ્યા છતાં સુભદ્રાએ પડહનો સાદ ઝીલી લીધો. સુભદ્રાએ વિચાર્યું, મારા કોઈ કર્મનો દોષ છે કે, મારી સાસુ કે જે માતાતુલ્ય ગણાય તેણીએ મારી પર આળ ચડાવ્યું ? મારા પોતાના કોઈ કર્મનો ઉદયકાળ જાગ્યો છે, તે માટે સમતાભાવે ભોગવી લેવો જોઈએ. રાજાને વધામણું મળી ગઈ કે, સુભદ્રા નામે કોઈ સતિ સ્ત્રીએ પડહનો સાદ ઝીલી લીધો છે, અને તે જરૂર નગરીને સંકટમાંથી ઉગારી લેશે. તરત જ રાજાએ પોતાના અગ્રગણ્ય ભાણસોને બીજા રાજસેવકોની સાથે મોકલ્યા. પાલખીમાં બેસાડીને તેઓ સુભદ્રા સતિને બહુમાન પૂર્વક કુવે કાંઠે લઈ આવ્યા. મહાસતિના આગમનથી રાજા વગેરે સૌ ખૂબ આનંદિત થયા.
કવે કાંઠે આવી કરી, સતિ કળા ચઢી સોળ કામિની કૂપ જલેભરી, ઉઘાડી ત્રણ પોળ
| મુનિવર શોધે રે ઈરીજા