________________
૧૨૦
મંગલાચરણ
તો ગુરૂ ભગવંતોની વૈયાવચ્ચ અને સાધર્મિકભક્તિ વગેરેના અપૂર્વ લાભો ઘણું સહેલાઈથી મેળવી શકાય. કુકુલીન કે કર્કશા સ્ત્રી સાથે પનારો પડ્યો હોય તો આખો ભવ બગડે અને પરસ્પરના કલેશ અને કંકાસને કારણે પરલોક પણ બગડ્યા વિના રહેતો નથી. મને ઇન્દ્રિયો પર કાબુ તે જ ખરી સ્વતંત્રતા
કુળવધુના રક્ષણ કરવાના ઉપાયો પણ જાણી લેવા જોઈએ. ઘરના કામકાજમાં તેની યોજના કરવી. કામમાં જોડાયેલી રહે એટલે કોઈ પણ પરપુરુષાદિ પ્રતિ તેનું મન ખેંચાય જ નહીં. તેની પાસે દ્રવ્યનો યોગ પણ પરિમિત રાખવો. પૈસાની વધારે પડતી છૂટ આપવી નહીં. સન્માર્ગમાં અથવા જનકલ્યાણદિના કાર્યોમાં પૈસા વાપરવાની તેની શુભેચ્છા હોય તો તેના હાથે છૂટથી સદ્વ્યય કરાવવો. પોતાના ઉપકારી માતા-પિતાને હાથે પણ જરૂર સાત સુક્ષેત્રમાં દ્રવ્યનો વ્યય કરાવવો. ધર્મનાં દરેક શુભ કાર્યો તેમના શુભ હસ્તે કરાવવાં. સ્ત્રીને એવી સ્વતંત્રતા ન આપવી કે જેથી તેના જીવનમાં સ્વચ્છંદતા વધે. પોતાની ઈન્દ્રિયો અને મન ઉપર અંકુશ રાખવો તે જ ખરી સ્વતંત્રતા કહેવાય. મન અને ઇન્દ્રિયોની જે ગુલામી છે તેના જેવી દુનિયામાં બીજી એકે પરતંત્રતા નથી. ખરો સ્વાધીન તે જ છે કે જેની સ્વમાં રમણતા છે અને દુનિયામાં પરાધીન તે જ છે કે જે પરપુગલોમાં રમે છે. મન અને ઈન્દ્રિયો પર સંયમ રાખીને કોઈ પણ સ્વતંત્રતા ભોગવતો હોય તો જરૂર ભોગવવા દેવી. બાકી