________________
૧૧૪
મંગલાચરણ
મોકલીએ. આવા ડિંડવાણું આજે બહુ ચાલે છે. ખરી રીતે ગુણ જોઈને સંબંધો બાંધવાના હોય જ્યારે આજે રૂપ સૌદર્ય અને ધનવૈભવ પહેલું જોવાય છે. તેમાંથી પરિણામે અનેક અનર્થો ઊભા થાય છે, ક્યારેક છૂટાછેડાની હોળી પણ તેમાંથી જ સગળે છે ! જો કે આર્ય કુટુઓમાં તેવું તો હજી ઓછું બને છે, પણ વાતાવરણ એવું કલુષિત બને છે કે, લગ્નજીવન પણ અગનમાં પલટાઈ જાય ! માટે કુળ શીલની દૃષ્ટિએ જેમ સમાનતા જેવાની હોય છે, તેમ ધનવૈભવની દૃષ્ટિએ પણ સમાનતા હોય તો કોઈ પણ પ્રકારનો વિસંવાદ ઊભો ન થાય. પંચ અને અગ્નિની સાક્ષીએ જે પાણિગ્રહણ
થાય તે જ વિવાહ પોતાના પૂર્વજોની પરંપરા તે એક ગોત્ર કહેવાય. તેમાં તો વિવાહ ધઈ શકે જ નહીં. એકના એક ગોત્રમાં સંબંધ જોડવામાં આવે, તો કુળમર્યાદાનો પણ લોપ થાય અને વ્યવહારથી પણ સારું ન કહેવાય, બાલ વિવાહ કરવા તે પણ યોગ્ય નથી. તેવા વિવાહ કરવાથી બનેનું ભવિષ્ય બગડે છે. નીતિશાસ્ત્રોમાં પણ કહે છે કે, સોળ વર્ષની કન્યા અને અઢારથી વીસ વર્ષની ઉંમર પુરૂષની હોવી જોઈએ તો જ તે વિવાહ અનુરૂપ કહેવાય. અગ્નિ, પોતાના કુળ દેવતાની તથા પંચની સાક્ષીએ જે પાણિગ્રહણ થાય તેને વિવાહ કહેવાય. તેના લૌકિકમાં આઠ પ્રકાર કહેવાય છે.